સોમવાર, 30 જુલાઈ, 2012

વર્ગખંડ અને તમે

વર્ગખંડમાં "શિક્ષકના હાથમાં અનેક અમૂલ્ય જીવન છે."
આ બાબતને  ધ્યાનમાં રાખી તમે તમારી સ્થિતિને વર્ગખંડમાં નિશ્ચિત કરજો .આવો જોઈએ તમે શું કરી શકો છો -
<1>  વર્ગમાં શાંતિથી બેસવું 
<2> વર્ગખંડ ને સ્વચ્છ રાખવો 
<3> અભ્યાસ દરમ્યાન નાના -નાના સમુહમાં સામુહિક કાર્ય  કરતાં શીખવવું.
<4> સમયસર કાર્ય પૂરું કરવું .
<5> કાર્ય અધૂરું ન છોડવું .
<6> માનસિક વ્યાયામ .
<7>  વર્ગખંડ ની અંદર અંદરોઅંદર વ્યવહાર .
<8> વર્ગખંડનું કાર્ય પૂરું ન થાય  ત્યાં સુધી બાળકોને રજા ન આપવી .
<9> નિયમિત રીતે ઘરકામ આપવું .
<10> સમયસર ઘરકામ તપાસી લેવું .
<11> બાળકોને વર્ગખંડમાં શિસ્તસભર વર્તન શીખવવું ,જેમકે જવાબ આપવા માટે માત્ર આંગળી ઊંચી કરવી કે હાથ ઊંચો કરવો .
<12> આદર આપવો અને પોતે પણ એમની પાસેથી આદર મેળવવો .
<13> વર્ગમાં જરૂરી નકશા/ચાર્ટ લગાવવા.
<14> સાચું બોલવાની અને સાંભળવાની આદત પાડવી .
<15> બાળકો સાથે પ્રેમમય અને આત્મિયતાપૂર્ણ વ્યવહાર કરો .
       એક કુશળ શિક્ષક એ જ છે જેના વિધાર્થી સમ્માન ,પ્રેમ ,જવાબદારી ,વિશ્વાસ અને સફળતા મેળવે છે .
       સારા વિધાર્થીઓને  તો બધા આગળ લઇ આવે છે પણ નબળાઓને તમે આગળ લાવી દેખાડી દો એ જ જરૂરિયાત છે.
       "વર્ગખંડની અંદર તમારા પોતાના વ્યવહાર માટે તમે પોતે જવાબદાર છો . 

ભાષણ-સંહિતા

એક ગામમાં ખેડૂતોની એક સભા ભરાવાની હતી. અને એક મિનિસ્ટર સાહેબ ત્યાં ભાષણ આપવા આવવાના હતા. પણ બન્યું એવું કે એ વિસ્તારમાં આગલે દિવસે એટલો બધો વરસાદ પડી ગયો કે બધા રસ્તા બંધ થઈ ગયા. મિનિસ્ટર કહે, ‘મારે તો ગમે તેમ કરીને સભામાં ભાષણ આપવા જવું જ છે. કાર ના જાય તો હેલિકોપ્ટરની વ્યવસ્થા કરો.’
છેવટે મિનિસ્ટર સાહેબ હેલિકોપ્ટરમાં બેસીને સભાના સ્થળે પહોંચ્યા. પણ અહીં જુએ તો આખા મેદાનમાં ખાલી બે જ ખેડૂત આવેલા !
મિનિસ્ટર મૂંઝાયા : ‘શું કરું ? બે જણા આગળ ભાષણ કરું કે ના કરું ?’
ખેડૂતો કહે : ‘સાહેબ, અમે તમારી જેમ ભણેલા નથી અને તમારા જેટલા હોશિયાર પણ નથી. પણ એક વાત છે. જો અમારાં સો ઢોર હોય એમાંથી બે જ ઢોર આવે તો પણ અમે એમને ઘાસ તો ખવડાવીએ જ.’
... આ સાંભળી મિનિસ્ટરે કહ્યું : ‘ઓકે. તો હું ભાષણ કરું છું.’ એમ કહીને મિનિસ્ટર સાહેબ ભાષણ કરવા લાગ્યા. પંદર મિનિટ થઈ, વીસ મિનિટ થઈ, અડધો કલાક થયો, પોણો કલાક થયો…. ભાષણ પૂરું થાય જ નહિ.
છેવટે બરાબર સવા કલાકે મિનિસ્ટર સાહેબે ભાષણ પૂરું કર્યું. પછી પેલા ખેડૂતોને પૂછે, ‘કેવું લાગ્યું મારું ભાષણ ?’
ખેડૂતો કહે : ‘સાહેબ, અમે તમારી જેમ ભણેલા નથી અને તમારા જેટલા હોશિયાર પણ નથી. પણ એટલી તો સમજ પડે છે કે સો ઢોરનું ઘાસ બે ઢોરને ના ખવડાવી દેવાય !

લાલબહાદુર શાસ્ત્રી

''અરે શાસ્ત્રી ! દૂર કેમ ઉભો છે. જલ્દી હોડીમાં બેસી જા, જોતો ખરો આ નદી કેવી ગાંડીતુર બની છે. ચાલ જલ્દી ઘર ભેગા થઈ જઈએ.''

'નહીં તમે લોકો ઘરે જાઓ, મારે તો હજુ મેળો જુવો છે. હું મેળો જોઈને જ ઘરે આવીશ.' શાસ્ત્રીએ જવાબ આપ્યો.

શાસ્ત્રીના મિત્રોને એ સમયે ખબર ન હતી કે, શાસ્ત્રી પાસે હોડીમાં બેસવાના પૈસા નથી. ગામની નદીને સામે કાંઠે યોજાયેલો મેળો જોઈને મિત્રો સાથે ઘરે ફરતી વેળાએ જ્યારે શાસ્ત્રીએ
lal-bahadur

પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો તો પોતાનું ખિસ્સુ ખાલી જોઈને તેઓ ખુદ પણ ચક્તિ થઈ ગયાં હતાં. બધા મિત્રો નૌકામાં બેસી ગયા પણ શાસ્ત્રી ન બેઠા. પોતાની મજબૂરી સામે ન લાવતા શાસ્ત્રીએ મેળો જોઈને આવવાનું બહાનું કરી દીધું હતું. આખરે આત્મસમ્માનનો પ્રશ્ન જો હતો.

તમામ મિત્રોના નદી પાર કર્યા બાદ શાસ્ત્રી તુરંત નદીમાં કુદી પડ્યાં અને તરવા લાગ્યાં. નદીમાં જોરદાર પૂર આવ્યું હતું અને તેને પાર કરવી ખુબ જ ખતરનાક હતી. તેમ છતાં પણ આ યુવાન કિનારે પહોંચી ગયો. એ સમયે સામાન્ય દેખાતો આ યુવાન બાદમાં એક અસાધારણ વ્યક્તિ બની ગયો. આ વ્યક્તિ એટલે ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જેમનો આજે જન્મદિવસ છે.

2 ઓક્ટોબર 1904 માં ઉત્તરપ્રદેશના મુગલસરાયના રામનગરમાં એક સામાન્ય કાયસ્થ પરિવારને ત્યાં તેમનો જન્મ થયો હતો. દોઢ વર્ષની ઉમરમાં તેમના પિતાના મૃત્યુ બાદ માતા રામદુલારી દેવી તેમને અને તેમની બે બહેનોને લઈને પોતાના પિયરે ચાલી આવી હતી. તેમનું પ્રાથમિક શિક્ષણ ઘરમાં જ પૂરુ થયું. શાસ્ત્રીજી એટલા તેજસ્વી હતાં કે દસ વર્ષની ઉમરમાં જ છઠ્ઠા ધોરણમાં પાસ થઈ ગયાં હતાં. મુગલસરાયમાં સારી હાઈસ્કૂલ ન હોવાના કારણે તે બનારસ ચાલ્યાં આવ્યા અને હરિશચંદ્ર હાઈસ્કૂલમાં ભણવા લાગ્યાં.

શાળાકિય જીવનમાં જ રાષ્ટ્રભક્તો અને શહીદો વિષે વાંચતા વાંચતા તેમણે સ્વતંત્રસંગ્રામના વિષયને વિસ્તારપૂર્વક જાણ્યો. એ દિવસોમાં જલિયાવાલા બાગની ઘટના બાદ વિદ્યાર્થી આંદોલનને ગતિ પકડી હતી અને શાસ્ત્રીજી તેનો એક ભાગ બની ગયાં.

મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અસહયોગ આંદોલન ચાલ્યું તો તે તેમાં પણ જોડાઈ ગયાં. શાસ્ત્રીજી વસ્તુત: કાશી વિદ્યાપીઠથી શાસ્ત્રીની પરીક્ષા પાસ કરવાના કારણે શાસ્ત્રી કહેવાયા. વર્ષ 1925 માં તેમણે કાશી વિદ્યાપીઠમાં હિન્દી, અંગ્રેજીએ અને દર્શનશાસ્ત્રને લઈને સ્નાતકનો અભ્યાસ કર્યો.

16 મે 1928 ના રોજ શાસ્ત્રીજીના લગ્ન લલિતા દેવી સાથે થયાં. 1928 માં તે અલ્હાબાદ મ્યૂનિસિપલ બોર્ડના સભ્ય પદે ચૂંટાઈ આવ્યાં. 1929 માં લાહોર અધિવેશન બાદ અંગ્રેજો સાથે યોજાયેલી ગોળમેજી પરિષદ નિષ્ફળ રહેવા પર જ્યારે શોલાપુરમાં તોડફોડ શરૂ થઈ તો અંગ્રેજી શાસને નિષેધાજ્ઞા લાગૂ કરી દીધી ત્યારે શાસ્ત્રીજી એ ત્યાં જવાનો નિર્ણય લઈ લીધો.

વર્ષ 1935 માં બ્રિટિશ સંસદ દ્વારા રજૂ કરેલા ભારત શાસન અધિનિયમ અનુસાર 1937 માં કોંગ્રેસે પ્રાંતીય વિધાનસભાઓ માટે ચૂંટણી લડી અને લગભગ તમામ વિધાનસભાઓમાં મારે બહુમત પ્રાપ્ત કર્યો.
lal-bahadur-shastri

શાસ્ત્રીજી પણ જીતીને ઉત્તરપ્રદેશ વિધાનસભાની સદસ્યતા પ્રાપ્ત કરી લીધી. 1947 માં સ્વતંત્રતા પ્રાપ્તિ સમયે પંડિત ગોવિંદ વલ્લભ પંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતાં. તેમણે થોડા મહિનાઓ બાદ શાસ્ત્રીજીને મંત્રિપરિષદમાં પોલીસ અને પરિવહન મંત્રીના રૂપમાં શામેલ કરી દીધા.


મંત્રી બનવા છતાં પણ તેમના જીવનમાં સાદગી યથાવત રહી. તેમના પોશાકમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવ્યું. 1950 માં ટંડનજીના ત્યાગ પત્ર બાદ શાસ્ત્રીજીને કોંગ્રેસને જીતાડવાની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવી. શાસ્ત્રીજી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યાં અને રેલમંત્રી બન્યાં પરંતુ 1955 માં દક્ષિણ ભારતની એક રેલ દુર્ઘટનાની જવાબદારી લઈને તેમણે રાજીનામું આપી દીધું.

નેહરુના અવસાન બાદ 9 જૂન 1964 ના રોજ શાસ્ત્રીજીએ વડાપ્રધાન પદના સૌગંધ લીધા. ત્યાર બાદ 1965 ના ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ તાશકંદ સમજૂતિ દરમિયાન તેમના નિધન સુધીનો ઈતિહાસ અજ્ઞાત છે, કારણ કે, ત્યાર બાદ સરકારોએ તેના પરથી પડદો ઉચકવાનો કદી પ્રયત્ન જ ન કર્યો.

સરદાર વલ્લભભાઇ પટેલ



સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં.

આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.

વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો.

તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું.

1930 માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. 1942માં ગાંધીજીએ 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ નહોતા ડગ્યાં.

તેઓનુ મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે.


દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને,
... સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી,
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી...
મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી,
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.

બચપણ પ્રભુની દેણ છે
તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર.....

હસવાની મનાઇ છે

ફેસબુક ઉપર સક્રિય જાનવરોએ પોતાનુ એક સમૂહ બનાવ્યું

તેમના દ્વારા કરવામાં આવેલી કેટલીક પોસ્ટ આ પ્રમાણેની હતી.

... વંદોઃ હમણાં-હમણાં જ એક જણના પગમાં કચડાતા-કચડાતા બચી ગયો છુ, શું કઉં કેટલી મુશ્કેલીથી આવ્યો છું.

બીલાડીઃ મારુ દસમુ બચ્ચુ મને પુછી રહ્યું છે કે તેના પિતાનું નામ શું છે, હવે શુ કઉં મને તો યાદ પણ નથી કે એ કોણ હતું.(આ તો ભઈ એવુ થયુ કે પ્રિયંકાને કોઈએ તેના બોયફ્રેન્ડનું નામ પુછી લીધુ હોય!!..;-))

કુતરોઃ ટીવી ઉપર નેતાઓને ભસતા જોઈ લાગે છે કે આંપણી કોમ ટૂંક સમયમાં બેરોજગારીના સમયમાંથી પસાર થશે. યાર કોઈની પાસે કોઈ સારી નોકરીનો વિકલ્પ હોય તો આપજો પ્લીઝ.

સિંહઃ માણસોનું ખોખલુ મગજ જોઈને થાય છે કે ચાવ્યા વીના તેઓને ગળી જાવ. આંપણી જનસંખ્યા વધારવાના નામે ખાસ્સુ ફંડ ખાઈ જાય છે, અને આંપણને પ્રાઇવેસી પણ નથી આપતા.

વાંદરોઃ હિન્દી ન્યૂઝ ચેનલના એન્કર આંપણને બેરોજગાર બનાવીને જ ઝંપશે. તેઓ તો આંપણા કરતા પણ સારી નકલ કરી જાણે છે, અને હવે તો ન્યૂઝરૂમમાં પણ કુદકા મારવા લાગ્યા છે. સમજાતુ નથી કે વાંદરા જેવા બનવામાં તેમને શું મજા આવતી હશે.

ગધેડોઃ આજે ખુબ જ ખુશી થઈ. એક આમ આદમીને મોંઘવારીનો બોજ ઉઠાવતો જોયો. આ જાણીને વિશ્વાસ થઈ ગયો કે ભગવાન માત્ર આંપણે ગધેડાઓ ઉપર જ બોજ નથી નાંખતો, માણસોને પણ દુનિયાનો બોજ ઉઠાવા બનાવ્યા છે.

ઘૂવડઃ જે આંપણે રાત્રે પણ જોવાની હિમ્મત નથી કરતા તેને તો દેશના નેતા ખુલ્લેઆમ જોવા લાગ્યા છે અને એ પણ વિધાનસભાઓમાં. લાગે છે કે હવે આંપણી ઉપર કોઈ નવી કહેવત બનવાની છે.
See More

કવ્યો ધોરણ ,6

હિંદમાતાને સંબોધન (ધોરણ – ૬, કાવ્ય – ૨)
 
ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !
 
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !
 
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !
 
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !
 
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !
 
ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !

 
મહેનતની મોસમ (ધોરણ – ૬, કાવ્ય – ૫)

સોનાવરણી સીમ બની,
મેહુલિયે કીધી મ્હેર રે
ભાઇ ! મોસમ આવી મહેનતની.
 
નદીયુંના જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે ….  ભાઇ! મોસમ..લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ  રે ….  ભાઇ! મોસમ..
જુવાર લોથે લૂમે ઝૂમે
ને હૈયામાં હુલ્લાસ રે ….  ભાઇ! મોસમ..
ઉપર ઊજળા આભમાં
કુંજડિયુંના કલ્લોલ રે ….  ભાઇ! મોસમ..
વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે ….  ભાઇ! મોસમ..
હો! લિયો પછેડી દાતરડાં,
આજ સીમ કરે છે સાદ રે ….  ભાઇ! મોસમ..
રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે ….  ભાઇ! મોસમ..
લીંપી- ગૂંપી ખળાં કરો,
લાવો ઢગલે ઢગલા ધાન રે ….  ભાઇ! મોસમ.
રળનારો તે માનવી
ને દેનારો ભગવાન રે ….  ભાઇ! મોસમ

પગલે -પગલે (ધોરણ – ૬, કાવ્ય – ૭)
પગલે પગલે સાવધ રહીને
પ્રેમળતા પ્રગટાવ્યે જા.
 
અંતરને અજવાળી વીરા
પંથ તારો કાપ્યે જા.
 
કાંટા આવે, કંકર આવે, ધોમ ધખન્તી  રેતી આવે;
ખાંડાની  ધારે ને ધારે, ધૈર્ય ધારી ચાલ્યો જા.
દુર્ગમ પંથ કાપ્યે જા.
 
હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના;
શિસ્ત, શાંતિ ને સેવાનો તું, પાઠ સૌને આપ્યે જા.
દુર્ગમ પંથ કાપ્યે જા.
 

નવા અભ્યાસક્રમ ના કાવ્યો-ધોરણ,7

આજની ઘડી રળિયામણી (ધોરણ – ૭, કાવ્ય – ૨) 
સખી, આજની ઘડી રળિયામણી;
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી …..
સખી, આલાલીલા વાંસ વઢાવીએ;
મારા વહાલાજીના મંડપ રચાવીએ જી રે. સખી …..
તરિયાતોરણ બારે બંધાવીએ;
મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી…..
ગંગા જમુનાનાં નીર મંગાવીએ;
મારા વહાલાજીનાં  ચરણ પખાળીએ જી રે. સખી…..
સહુ સખીઓ મળીને આવીએ;
વહાલાજીનાં મંગળ ગવરાવીએ જી રે. સખી…..
પૂરો પૂરો સોહાગણ, સાથિયો;
ઘેર મલપતો આવે હરિ હાથિયો જી રે. સખી…..
અતિ મીઠડા થકી થાય મીઠડો;
મહેતા નરસૈયાનો  સ્વામી મેં દીઠડો જી રે. સખી…..

રાનમાં  (ધોરણ – ૭, કાવ્ય – ૫)
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે  મેદાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું.
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાંને થાય એવું ઘાસને,
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતાં ગામને.
તમને યે થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.

માલમ હલેસાં માર  (ધોરણ – ૭, કાવ્ય – ૮)

માલમ મોટાં હલેસાં તું માર,
મારે જાવું મધદરિયાની પાર
મેણું માર્યું છે મને ભાભલડીએ,
દે’ર આળહનો સરદાર;
 
હે… ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે,
એનો બળ્યો અવતાર રે…માલમo
જાવું છે મારે જાવા બંદરે જ્યાં
લખમીનો નહિ પાર
 
હે… જાવે ગિયા કોઈ પાછા ન આવે,
આવે તો બેડલો પાર રે…માલમo
જાવું છે મારે સિંહલદ્વીપમાં
પરણવા પદમણી નાર;
 
હે… મોતીડે પોંખે જો ભાભલડી મારી
તો તો જીવવામાં સાર રે…માલમo
કેસરભીના તમે જીવો ભાભલડી મારાં
જીવો જીભલડીની ધાર;
 
હે… મેણા મારીને મારી મતિ સુધારી
ખોલ્યા તે મનના દ્વાર રે…માલમo
માલમ મોટાં હલેસાં તું માર,
મારે જાવું મધદરિયાની પાર

નવા અભ્યાસક્રમ ના કાવ્યો ધોરણ,8

તને ઓળખું છું, મા  (ધોરણ – ૮, કાવ્ય – ૪)
તને ઓળખું છું, મા !
સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે,ખમ્મા !
ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,
 
ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું,
મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં ….
 
તરુણા પેઠે આવે કે હડસેલે,કોઈ ફેંકે
પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે
દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં ….
 
ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ?
સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા ….
તને ઓળખું છું, મા 
         
એક જ દે ચિનગારી   (ધોરણ – ૮, કાવ્ય – ૨)

એક જ દે ચિનગારી,
મહાનલ ! એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી;
મહાનલ ! એક જ દે ચિનગારી.
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી;
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી;
મહાનલ ! એક જ દે ચિનગારી.
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ ! એક જ દે ચિનગારી.
 


 
ધૂળિયે મારગ  (ધોરણ – ૮, કાવ્ય – ૬)

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડધેપડધે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !

આભમાં ઝીણી ઝબૂકે વીજળી  (ધોરણ – ૮, કાવ્ય – ૮)
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે !
આભમાં ઝીણી….


ગુરુવાર, 26 જુલાઈ, 2012

ઓલિમ્પિક નો ઇતિહાસ

વિશ્વનો મોટામાં મોટો રમતોત્સવ એટલે ” ઓલિમ્પિક રમતોત્સવ “.દુનિયામાં કોઈપણ ખેલ સ્પર્ધા ઓલિમ્પિકના પોતાના નવા નવા ખેલાડીઓ ઉત્પન્ન કરે છે અને દરેક રમત માં નવા નવા વિક્રમો દર ઓલિમ્પિકમાં ઉભા કરે છે ઓલિમ્પિક રમત નો મૂળ પ્રાચીન ગ્રીસમાં ઈ.સ .પૂર્વે ૭૭૬ થી ઈ.સ.૩૯૪ સુધીમાં ઝીયસ નામે દેવને રાજી રાખવા દર ચાર વર્ષે યોજાતી .ઈ.સ ૩૯૪ માં તે વખતના સમ્રાટ રાજા થિયોડોસીયાસે ઓલિમ્પિક પર પ્રતિબંધ મૂકી દીધો .આ પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવ પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિયા ખાતે યોજવામાં આવતો હતો .ત્યારબાદ ૧૮૯૪ માં ફ્રાંસના રોબર્ટ પિયરી ધ કુબર્તિ એ ઓલિમ્પિક રમોત્સવ શરુ કરવા માટે સંમેલન બોલાવ્યું .જેમાં અમેરિકા અને રશિયા સહીત ૧૨ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો .આ સંમેલન માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઇ .આ સંમેલનના પરિણામે ગ્રીસની રાજધાની એથેન્સ શહેરમાં ૪ એપ્રિલ ૧૮૯૬ ના રોજ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું .ત્યારબાદ દર ચાર વર્ષે જુદા જુદા દેશોમાં ઓલિમ્પિક મહોત્સવ યોજાય છે . આમ ,આધુનિક ઓલિમ્પિક ના જન્મદાતા રોબર્ટ પિયરી ધ કુબર્તિ ગણાય છે
ઓલિમ્પિક રમતોત્સવ વિશ્વબંધુત્વની ભાવનાનો વિકાસ કરે છે .સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને ફોરટિયાસ ( વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી ) – એ ઓલિમ્પિક રમતોત્સવ નો મુદ્રાલેખ છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક રમતોત્સવમાં ઓલિમ્પિક જ્યોતની શરૂઆત થઇ હતી .

ઓલિમ્પિકના ઈતિહાસ

આધુનિક ઓલિમ્પિક રમતોત્સવના જન્મદાતા છે ફ્રાન્સના એક ફિલોસોફર અને રમતપ્રેમી પિયરી દ કુર્બિતન. જેમના અથાક પ્રયત્નોથી ૨૨૦૦ વર્ષ સુધી બંધ પડી રહેલ રમતોત્સવ પુનઃજીવીત થયો હતો. ૧૮૯૪માં આ રમતોત્સવ શરૃ કરવાના પ્રયત્નો થયાં હતાં અને આખરે એ સ્વપ્ન ૧૮૯૬માં ફળીભૂત થયું હતું.
આધુનિક ઓલિમ્પિક રમતોસ્વના શ્રી ગણેશ ૬ઠ્ઠી એપ્રિલ ૧૮૯૬ના રોજ ગ્રીસના શહેર એથેન્સમાં થયો હતો. પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવમાં ૧૩ દેશોના કુલ ૩૧૧ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને તે બધા પુરુષ ખેલાડીઓ જ હતા ! આ રમતોત્સવમાં કુલ દશમાંથી નવ રમતો રમાઈ હતી. આ દશ રમતોમાં એથ્લેટીક્સ, જીમ્નેસ્ટીક, સ્વીમીંગ, ફેન્સીંગ, શૂટીંગ, સાઇકલીંગ, વેઇટ લીફટીંગ, રેસ્લીંગ, રોઇંગ અને ટેનિસનો સમાવેશ થતો હતો. આ દશ રમતોમાં રોઇંગની રમત ખરાબ વાતાવરણના કારણે રમાય ન હતી. ઓલિમ્પિક રમતોત્સવનો પ્રથમ સુવર્ણ ચન્દ્રક વિજેતા થવાનું બહુમાન અમેરીકાનો એથ્લેટ જેમ્સ કોનોલી ધરાવે છે. જેમણે ટ્રીપ્પલ જમ્પમાં આ યશસ્વી સિદ્ધિ ૧૩.૭૧ મીટરના કુદકાથી મેળવી હતી. જ્યારે યજમાન દેશનો ખેલાડી સ્પાઈરીડોન લૂઈ મેરેથોન દોડમાં ઝળહળી ઊઠયો હતો. આ પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવમાં અમેરીકાએ ૧૧ સુવર્ણચન્દ્રકો સાથે પ્રથમ અને યજમાન દેશ એ ૧૦ સુવર્ણ ચન્દ્રકો સામે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. આમ પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ મહિલા ખેલાડી વગર પૂર્ણ થયો હતો !

બુધવાર, 25 જુલાઈ, 2012

કોયલ કૂ કૂ ગાય,

કોયલ કૂ કૂ ગાય, મને ગાવાનું મન થાય
ગાવાનું હું શરૂ કરું ત્યાં, પપ્પા મારા ખીજાય
કોયલ કૂ કૂ ગાય
ચકલી ચણ ચણ ખાય, મને ખાવાનું મન થાય
ખાવાનું હું શરૂ કરું ત્યાં, મમ્મી મારી ખીજાય કોયલ કૂ કૂ ગાય
ઉડતું પતંગિયું જોઈ, મને ઉડવાનું મન મન
ઉડવાનું હું શરૂ કરું ત્યાં, નીચે પડી જવાય
કોયલ કૂ કૂ ગાય
પથારીએ સુતાં , મને કઈ કઈ વિચાર થાય
સુવાનું હું શરૂ કરું ત્યાં, સપને સરી જવાય
કોયલ કૂ કૂ ગાય

ઘોડો ઘૂઘરિયાળો

ઘોડો ઘૂઘરિયાળો મારો ઘોડો ઘૂઘરિયાળો (૩) (૨)
ઘાસ એ ખાય છે ને તાજો માજો થાય છે (૨)
દોડાવું તો દોડે છે ને થોભાવું તો થોભે છે (૨)
એના ઉપર બેસું ત્યારે લાગું હું મૂંછાળો
ઘૂઘરિયાળો (૨)
ઘોડો ઘૂઘરિયાળો મારો ઘોડો ઘૂઘરિયાળો (૩) (૨)
રંગે એ કાળો છે પણ દિલનો બહુ રૂપાળો છે (૨)
ચાબૂકનું શું કામ છે ને ચેતક એનું નામ છે (૨)
તડબડ તડબડ દોડે ત્યારે લાગે પાંખોવાળો
ઘૂઘરિયાળો (૨)
ઘોડો ઘૂઘરિયાળો મારો ઘોડો ઘૂઘરિયાળો (૩) (૨) 

ઢિંગલી તારા માંડવા

ઢિંગલી તારા માંડવા રોપ્યા, ઢોલ વાગે ઢમઢમ

લાલિયો મહરાજ લાડવા વાળે, શાક કરે છમછમ

ઢિંગલી તારા માંડવા

ચાખવા મીનીબેન બેઠા’તા , જીભલડી ચમચમ

પમલો પેલો વાંદરો ફૂંકે, પિપૂડાં પમપમ

ઢિંગલી તારા માંડવા

જૂનાગઢથી જાન આવી છે, જાનડીઓ રૂમઝૂમ

દોડતાં પેહેલાં વેલડાં આવે, ઢોલ વાગે ઢમઢમ

ઢિંગલી તારા માંડવા

ઢિંગલીબાઈના પગમાં ઝાંઝર, ઘૂઘરીઓ ધમધમ

નાકમાં એને નથણી સોહે, કેવી રે ચમચમ

ઢિંગલી તારા માંડવા

ઢિંગલીબાઈ તો સાસરે જાશે, આંસુડાં ટમટમ

લાગશે કેવા ઘરને શેર, સુના રે સમસમ

ઢિંગલી તારા માંડવા


એકડે એક થી દસ

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી કરતા મોટો ઝઘડો
તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ

દરિયાને તીર એક રેતીની ઓટલી

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.
બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.
ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.

દીકરી નો ભાર

નાનકડા એક ગામમાં એક બાપ-માં અને નાનકડી દીકરીનું અત્યંત ગરીબ કુટુંબ માંડ માંડ એક ટંક નું ભોજન મેળવી ગુજરાન કરતુ હતું. સવારે ખાધું હોય તો સાંજે ખાવા મળશે કે કેમ ? તે પ્રશ્નને પોતાના લલાટ માં ચોટેલું રાખી દિવસો પસાર થતા હતા.

... ... એક દિવસની વાત છે. છોકરીની માતા ખુબ કંટાળીને તેના પતિને કહેવા લાગી કે આપણું માંડ માંડ પૂરું થાય છે તેમાં આ છોકરીની જાત સાપનો ભારો છે. એ તો દિવસ-રાત જોયા વગર વધતી જાય છે. ગરીબી ની હાલતમાં આપને તેના લગ્ન કેવી રીતે કરી શકીશું..??? બાપ પણ વિચારમાં પડ્યો. બંને એ હદય પર પત્થર મૂકી એક કારમો નિર્ણય લીધો કે આવતી કાલે દીકરીને મારીને દાટી દઈએ.

બીજા દિવસનો સુરજ ગંભીરતા પૂર્વક, ન નીકળવાની ઈચ્છા સાથે માંડ માંડ ઉગ્યો. માતાએ તેની દીકરી ને સરસ નવડાવી, માથા માં તેલ નાંખી આપ્યું વારંવાર તેની આલિંગન આપી ચુમતી. આ જોઈ દીકરીએ સહસા પૂછ્યું :- માં, મને ક્યાંક દુર મોકલે છે કે શું ??? નહીંતર આટલો પ્રેમ તે મને આજ સુધી કર્યો નથી. માતા ચુપ થઇ માત્ર રડવા લાગી. તેવામાં તેના એક હાથમાં કોદાળી અને એક હાથમાં ધાર્યું લઇ આવ્યા. માતાએ કઠણ કાળજે દીકરીને તેના પિતા સાથે મોકલી. રસ્તા માં ચાલતા ચાલતા તેના પિતાના પગ માં કાંટો વાગ્યો દીકરીએ તરત નીચા નામી કાંટો કાઢી આપ્યો. બાપની આંખ ભીની થઇ ગઈ. એક સુમસામ જગ્યાએ પિતાએ કોદરી વડે ખાડો ખોદવાનું શરુ કર્યું. દીકરી સામે બેસી હતી. થોડી વારમાં પિતાને પરસેવો થતા દીકરીએ પોતાની ફાટેલી ઓઢણીથી તેનો પરસેવો લુછી આપ્યો. બાપે ધક્કો મારી તેને દુર બેસવા કહ્યું. ધોમધખતા તાપને લીધે તેના બાપનો પરસેવો લૂછતાં બોલી :- પિતાજી તમે આરામ કરો હું તમને ખાડો ખોદવા માં મદદ કરું. મારા થી તમારું દુ:ખ જોવાતું નથી. આ સાંભળી તેના પિતાએ તેને બાથમાં લઇ લીધી તેમની આંખમાં શ્રાવણ-ભાદરવો વહેવા માંડ્યો. તેનું હદય પરિવર્તન થયું. તે બોલ્યો :- દીકરા, મને માફ કરી દે, આ ખાડો તો હું તારા માટે ખોદતો હતો, અને તું મારી ચિંતા કરે છે ??? હવે જે થવું હોય તે થાય, આપણે હંમેશા સાથે રહીશું. થોડી મહેનત વધારે કરીશ અને મારી દીકરી તારા લગ્ન ધૂમધામ થી કરાવીશ. ત્યાર બાદ માં-બાપ અને દીકરી શાંતિથી પોતાનું ગુજરાન વિતાવવા લાગ્યા. અને સમય આવ્યે દીકરીના ધામ-ધૂમ થી લગ્ન પણ થઇ ગયા..

મંગળવાર, 24 જુલાઈ, 2012

જીવન જીવવાની જડીબુટ્ટી

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.
...
૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો..

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ .

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને (Unconditional) માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, મ ાટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.

મા ! મને છમ વડું

એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.

બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.

એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ્યું - આજ તો વડાં ખાવાનું મન થયું છે.

બ્રાહ્મણીએ કહે - પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચ-સાત વડાં થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો પણ ઘણું.

બ્રાહ્મણ કહે - ત્યારે કંઈ નહિ; વાત માંડી વાળો.

બ્રાહ્મણી કહે - ના, એમ નહીં. પરમ દહાડે ધોળી કાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યા છે; એક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા દો. પછી હું તમને પાંચ-સાત પાડી આપીશ. મારે કંઈ ખાવાં નથી એટલે તમે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.

બ્રાહ્મણ કહે - ભલે, પણ તુંએ એકાદ-બે ચાખજે ને.

બ્રાહ્મણી કહે - સારું.

રાત પડી ને છોડીઓ સૂઈ ગઈ પછી બ્રાહ્મણીએ હળવેથી ઊઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર લોઢી મૂકીને ઉપર ટીપૂંક તેલ મૂક્યું. પછી વડાંનો લોટ ડોઈને વડાં કરવા બેઠી. જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં ‘છમ, છમ’ થયું. આ ‘છમ છમ’નો અવાજ સાંભળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - સૂઈ જા, સૂઈ જા, આ લે એક વડું. જોજે બીજી જાગે નહીં. પહેલી છોડી તો એક વડું ખાઈને પાણી પીને સૂતી.

માએ તો બીજું વડું મૂક્યું. ત્યાં તો પાછું ‘છમ છમ’ થયું. બીજી છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - લે સૂઈ જા, સૂઈ જા. જોજે બીજી બહેન જાગશે. બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ.

બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કહે - હશે, એ તો છોકરાં છે ને !

પછી માએ ત્રીજું વડું મૂક્યું; પણ ત્યાં તો પાછું છમ, છમ, છમ ! ‘છમ છમ’ સાંભળી વળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - લે. વળી તું ક્યાં જાગી ! લે આ વડું; ખાઈને સૂઈ જજે. જોજે બીજીને જગાડતી નહિ.

ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો. બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું તો ‘છમ છમ છમ’ બોલ્યું. ‘છમ છમ’ થતું સાંભળી ચોથી છોડી જાગી ને એનેય વડું આપીને માએ સુવાડી દીધી. પછી તો પાંચમી છોડી જાગી ને પાંચમું વડું એને આપવું પડ્યું. તે પછી વળી છઠ્ઠી છોડી જાગી ને છઠ્ઠું વડું એના ભાગે ગયું. ને છેવટે સાતમું વડું સાતમી છોકરીએ ખાધું. ત્યાં તો બધો લોટ ખલાસ થઈ ગયો !

બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં ને પાણી પીને સૂઈ ગયાં.

બાપા કાગડો

એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો.

છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહિ. કોઈ દિવસ પોતે ખિજાઈ ન જાય. હંમેશાં ઘેલિયાભાઈ કહે તેમ કરે.

એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી બાપનો ખોળો ખૂંદવા લાગ્યો ને જે તે પૂછવા લાગ્યો. એટલામાં, દુકાનની સામે એક ઝાડ હતું. તેના પર એક કાગડો આવીને બેઠો ને ‘કો-કો’ કરવા લાગ્યો. ઘેલિયાએ કાગડાને જોયો, એટલે તેની તરફ આંગળી કરીને બાપને કહ્યું : ‘બાપા-કાગડો !’ બાપા કહે : ‘હા, ભાઈ ! કાગડો.’

ફરી વાર છોકરે બાપનો હાથ પકડી કહ્યું : ‘બાપા-કાગડો !’ બાપાએ એટલી જ ધીરજથી કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો’. જવાબ આપીને બાપ દુકાનના કામમાં જરા રોકાયો, એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવી કહ્યું : ‘જુઓ તો બાપા-કાગડો !’

બાપે ધંધામાંથી ધ્યાન કાઢી ઘણી શાંતિથી કહ્યું : ‘હા, બેટા ! કાગડો.’

છોકરાને આટલાથી સંતોષ થયો નહિ. બાપ પાછો પોતાના કામમાં રોકાયો, ત્યાં તેની પાઘડી ખેંચી વળી બોલ્યો : ‘બાપા-કાગડો !’

બાપે જરા પણ ચિડાયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો – હં.’ છોકરો તો વેને ચડ્યો ને વળી બોલ્યો : ‘જુઓ તો ખરા ! બાપા-કાગડો !’

બાપે ચોપડો લખતાં લખતાં છોકરા સામે જોઈને વળી કહ્યું : ‘હા હોં, બેટા ! કાગડો. એ કાગડો છે હં.’

થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો, અને વળી ઘૂરી આવી હોય તેમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો : ‘બાપા-કાગડો !’

બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો.’ આ રીતે છોકરો તો વારેવારે બાપને ‘બાપા-કાગડો !’ ‘બાપા-કાગડો !’ એમ ચીંધતો ગયો, ને બાપ ‘હા, ભાઈ, કાગડો’ ‘હા, ભાઈ, કાગડો !’ એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને ‘બાપા-કાગડો’ બોલતો બંધ પડ્યો.

બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ ‘બાપા-કાગડો !’ ‘બાપા-કાગડો’ બોલતો ગયો તેમ તેમ તે પોતાના ચોપડામાં ‘બાપા-કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર ‘બાપા-કાગડો’ ‘હા, ભાઈ ! કાગડો’ લખાયેલું હતું. ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે, એમ ધારી ડાહ્યા વાણિયાએ ચોપડાને સાચવીને જૂનાં દફતરોમાં મુકાવ્યો.

આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતો; ને પેલો ઘેલિયો ત્રીશ વર્ષનો જુવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપાર ધમધોકાર ચાલતો હતો. ‘ઘેલિયો’ સઘળે ‘ઘેલાશા’ ‘ઘેલાશા’ થઈ પડ્યો હતો ને તેનું બધેય બહુ માન હતું. પરંતુ ઘરડો વાણિયો દુ:ખી હતો.

ઘેલાશા તેને બહુ દુ:ખ આપતો હતો. બાપ બહુ કંટાળ્યો, એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતો એ તેને યાદ આપવાનો તેણે વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલાશાની ગાદીએ ચડીને બેઠો. બાપને જોઈને દીકરો ચિડાયો ને મનમાં બબડ્યો : ‘આ ડોસો વળી અહીં ક્યાં આવ્યો ? નકામો ટકટકાટ કરશે અને મારો જીવ ખાશે !’

થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’

ઘેલાશા તો ડોસાના પ્રશ્નથી જ વિચારમાં પડ્યા અને ચિડાઈને બોલ્યા : ‘હા, બાપા ! કાગડો.’

ડોસાએ વળી કહ્યું : ‘ભાઈ-કાગડો’

ઘેલાશાએ જરા વધારે ચિડાઈને અને કાંઈક તિરસ્કારથી જવાબ વાળ્યો : ‘હા, બાપા ! કાગડો.’

ડોસાએ જાણ્યું કે દીકરો ચિડાય છે. પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો, તેથી પૂરેપૂરી શાંતિ રાખી ફરી બોલ્યો : ‘ભાઈ-કાગડો !’

ભાઈ તો હવે ભભૂકી ઊઠયા : ‘હા, બાપા ! કાગડો. હા, એ કાગડો છે. એમાં વારે વારે ‘ભાઈ-કાગડો !’ ‘ભાઈ-કાગડો !’ એમ શું બોલ્યા કરો છો ? મને મારું કામ કરવા દો ને !’ કહીને ઘેલાશા આડું મોં કરીને પોતાને કામે લાગ્યા.

ઘરડો વાણિયો કંઈ કાચો ન હતો. તેણે ઘેલાશાનો હાથ પકડી, કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’ હવે ઘેલાશાનો મિજાજ ગયો. તેણે વિચાર્યું : ‘આ ડોસો જો ને નકામો ‘ભાઈ-કાગડો’ લવ્યા કરે છે ! નથી કાંઈ કામ કે કાજ. નવરો પડ્યો એટલે નકામો લવારો !’

તેણે ડોસા સામે જોઈ કહ્યું : ‘બાપા ! ઘેર જાઓ. અહીં તમારું શું કામ છે ? દુકાને કામકાજમાં નાહક શા માટે ડબડબ કરો છો ?’ શાંતિથી જરા હસી, કાગડા સામી આંગળી કરી, ડોસો બોલ્યો : ‘પણ, ભાઈ-કાગડો !’

‘હા, બાપા ! કાગડો-કાગડો-કાગડો ! હવે તે કેટલી વાર કાગડો ? કાગડામાં તે શું છે તે ‘કાગડો’ ‘કાગડો’ કરો છો ?’ ડોસો ફરી વાર આંગળી કરી ‘ભાઈ-કાગડો !’ એમ બોલે તે પહેલાં ઘેલાશાએ વાણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડાને ઉડાડી મુકાવ્યો. પછી લખતો લખતો, પોતાના મનમાં બળતો મોટેથી બબડ્યો : ‘ખરેખર, સાઠે બુદ્ધિ નાઠી તે બરાબર સાચું છે. આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે.’

ડોસાની આંખે આંસુ આવ્યાં. તેણે જૂના વાણોતરને બોલાવીને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં ‘બાપા-કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ લખેલું પાનું મૂકયું. ઘેલાશાને તેના બાળપણની સઘળી હકીકત વાણોતરે કહી સંભળાવી.

ઘેલાશા તરત બધું સમજી ગયો : દીકરાએ બાપાની માફી માગી અને તે દિવસથી બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો.
 

ઉદર સાત પુછડિયો

એક ઉંદરડીના નાના બચ્ચાંને સાત પૂંછડી હતી.

ઉંદરડી તેનું બહુ જતન કરતી હતી. એ સાત પૂંછડિયો ઉંદર થોડો મોટો થયો એટલે તેની માએ એને નિશાળે ભણવા મોકલ્યો.

નિશાળમાં છોકરાઓને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને રમૂજ થઈ. છોકરાઓ ઉંદરને ખીજવવા લાગ્યા.

ઉંદર સાત પૂંછડિયો ! ઉંદર સાત પૂછડિયો!

છોકરાઓના મોઢે આવું સાંભળી ઉંદર રડતો રડતો ઘેર આવ્યો.

ઉંદરડીએ પૂછયું - બેટા રડે છે કેમ ?

ઉંદર કહે - મા નિશાળમાં મને છોકરાઓ સાત પૂંછડિયો કહીને ખીજવે છે.

ઉંદરડી કહે - બેટા, એમાં રડવાનું ન હોય. જા વાળંદ પાસે જા. એક પૂંછડી કપાવી આવ.

માની વાત સાંભળીને ઉંદર વાળંદ પાસે એક પૂંછડી કપાવી આવ્યો.

ઉંદર બીજે દિવસે નિશાળે ગયો. છોકરાઓ બરાબર પૂંછડીઓ ગણી પાછા ખીજવવા લાગ્યા.

ઉંદર છ પૂંછડિયો ! ઉંદર છ પૂંછડિયો !

ઉંદર નિશાળમાંથી ભાગ્યો અને ઘેર આવી માને કહે - મા મને તો હજુ છોકરાઓ ઉંદર છ પૂંછડિયો કહીને ખીજવે છે.

મા કહે - કાંઈ વાંધો નહિ. જા એક પૂંછડી કપાવી આવ. ઉંદર વળી પાછો એક પૂંછડી કપાવી આવ્યો.

આમ ઉંદર દરરોજ એક પૂંછડી કપાવે. એમ કરતાં ઉંદરને એક જ પૂંછડી રહી. તો પણ નિશાળમાં બધાં છોકરાઓએ ઉંદરને ખીજવ્યો.

ઉંદર એક પૂંછડિયો ! ઉંદર એક પૂંછડિયો !

છોકરાઓથી કંટાળીને ઉંદરે ઘેર આવી માને પૂછ્યા વિના છેલ્લી પૂંછડી જાતે જ કાપી નાખી. પછી અરીસામાં જોયું ને બોલ્યો - હવે મારે પૂંછડી જ નથી. એટલે છોકરાઓ મને ખીજવી નહિ શકે.

બીજે દિવસે ઉંદર નિશાળે ગયો. છોકરાઓને વધારે ગમ્મત પડી. એ તો ઉંદરને ઘેરી વળીને ખીજવવા લાગ્યા.

ઉંદર બાંડો ! ઉંદર બાંડો !

ઉંદર ઘેર આવી માને ફરિયાદ કરી.

ઉંદરડી કહે - બેટા, તારે તારી બધીજ પૂંછડીઓ કપાવી નાખવાની જરૂર ન હતી. બધાં ઉંદરને એક પૂછડી તો હોય જ.

ઉંદર રડતા રડતા બોલ્યો - મા, ગમે તેમ કર, મારે મારી પૂંછડી પાછી જોઈએ છે.

મા વિચાર કરીને કહે - જા તારી કપાયેલી પૂંછડી લઈ આવ તો.

ઉંદરે દોડતા જઈને પોતાના ઓરડામાંથી પૂંછડી લઈ આવી માને આપી.

માએ ખૂબ મહેનત કરી ઉંદરને તેની કપાયેલ પૂંછડી ફરી સરસ રીતે લગાવી આપી અને કહ્યું કે હવે પછી છોકરાંઓને જે બોલવું હોય તે ભલે બોલે પણ તું તેના તરફ બિલકુલ ધ્યાન આપીશ નહિ.

ઉંદરભાઈ તો પછી રોજ નિશાળે જવા લાગ્યા અને ભણવામાં ધ્યાન આપવા લાગ્યા. છોકરાંઓએ થોડા દિવસ ઉંદરને ખિજાવવાની કોશિશ કરી જોઈ પણ ઉંદરે તો તેમના તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહિ એટલે તેમણે પણ ઉંદરને હેરાન કરવાનું છોડી દીધું. ઉંદરભાઈ તો ખૂબ ભણીને પહેલા નંબરે પાસ થઈ ગયા !

નાણાનો બદલો

બધા મંત્રીઓમાં બીરબલ અકબરનો માનીતો હતો. બીરબલના શાણપણ અને વિનોદવૃત્તિથી અકબર ખુશ હતો. અકબરનો બીરબલ માટેનો પક્ષપાત બધા મંત્રીઓને ખૂંચતો. અકબરને આ વાતની ખબર હતી. એટલે અકબરે એક દિવસ બધાને બીરબલની હોશિયારી દેખાડવાનું વિચાર્યું. તેણે કહ્યું કે હું પાંચસો રૂપિયા આપીશ. કોઈ પણ મંત્રીએ તે પાંચસો રૂપિયા અહીં પૃથ્વી પર ખરચવા. પછી એ પાંચસો રૂપિયા પૃથ્વીથી ઉપરની જગ્યા માટે ખરચવા. તે પછી પાંચસો ન અહીં માટે વાપરવા ન ત્યાં માટે વાપરવા. છેલ્લે એ પાંચસો રૂપિયા લાવીને મને પાછા આપવા.
બધા મંત્રીઓ એકબીજા સામે જોવા લાગ્યા. કોઈ આ કામ કરવા તૈયાર નહોતું. બીરબલે કામ માટે તૈયારી બતાવી. અકબરે બીરબલને પાંચસો રૂપિયા આપ્યા.
પાંચસો રૂપિયા લઈ બીરબલ શહેરમાં નીકળ્યો. શહેરના મોટા શેઠની દીકરીના લગ્ન ચાલતાં હતાં. બીરબલે મંડપમાં જઈને જાહેર કર્યું કે રાજા અકબરે લગ્નપ્રસંગે શેઠને ત્યાં ચાંદલો કરવા પાંચસો રૂપિયા મોકલાવ્યા છે. શેઠની પ્રતિષ્ઠા બહુ વધી ગઈ. ખુશ થઈને શેઠે રાજા અકબરને સામી વધાઈ ભેટ તરીકે ઘણી બધી ચીજવસ્તુઓ અને ત્રણ ગણા એટલે કે પંદરસો રૂપિયા આપ્યા.
એ બધા રૂપિયામાંથી બીરબલે પાંચસો રૂપિયાનું ખાવાનું મંગાવ્યું અને ગરીબોનાં ભૂખ્યાં છોકરાઓમાં વહેંચ્યું. છોકરાંઓ સંતોષ પામ્યાં.
તે પછી બીરબલ નાચ-ગાન કરનારી બાઈના મુજરામાં ગયો. ખુશ થઈ તેણે નાચ-ગાનની મંડળીને રૂપિયા પાંચસો આપ્યા. બીરબલ દરબારમાં આવ્યો અને અકબરને રૂપિયા પાંચસો પાછા આપ્યા. રાજાએ બીરબલને પૂછયું કે તેણે પાંચસો રૂપિયાનું શું શું કર્યું અને રૂપિયા પાછા કેવી રીતે લાવ્યો ?
બીરબલે જણાવ્યું કે પાંચસો રૂપિયા તેણે શેઠને ત્યાં ચાંદલામાં આપ્યા. તેના બદલામાં મળેલાં ભેટ-સોગાદ અને પંદરસો રૂપિયામાંથી તેણે ગરીબ ભૂખ્યાં છોકરાંઓમાં પાંચસો રૂપિયાનું અન્નદાન કર્યું. પાંચસો રૂપિયા તેણે નાચનારી-ગાનારી પાછળ ખર્ચયા અને વધેલા પાંચસો રૂપિયા તે પાછા લાવ્યો.
શેઠને કરેલો ચાંદલો પૃથ્વી પરનો ખર્ચ હતો. ભૂખ્યાને જમાડ્યા તે પૃથ્વીની ઉપરના સ્વર્ગ માટેનો ખર્ચ. નાચનારીને ત્યાં આપેલાં નાણાં ન અહીંના, ન તહીંના. એટલે કે પૃથ્વી પર કરેલા વ્યાવહારિક ખર્ચનો બદલો અહીં મળે છે, બીજાના સંતોષ માટે કરેલા ખર્ચનો બદલો ઈહલોકમાં નહીં પરલોકમાં મળે છે. મોજ-મજામાં કરેલ ખર્ચનો બદલો નથી અહીં મળતો કે નથી ક્યાંય બીજે મળતો. મંત્રીઓ સમજી ગયા રાજાનો બીરબલ તરફનો પક્ષપાત સકારણ હતો.

ઘડિયાળ

ઘડીયાળ મારું નાનું તે ચાલે છાનું માનું એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે એને નથી પાંખ પણ ચાલે ફટફટ એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે ખાવાનું નહિ માગે પણ ચાવી આપે ચાલે એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે અંધારે અજવાળે સૌના વખતને સંભાળે એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે દિવસ રાતે ચાલે પણ થાક નહિ લાગે એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે ટક ટક કરતું બોલે જરા ય નહિ થોભે એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે ઘડીયાળ મારું નાનું તે ચાલે છાનું માનું એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે

વાદળ વાદળ

વાદળ વાદળ
વાદળ વાદળ વરસો પાણી વાદળ વાદળ વરસો પાણી મોજ પડે અમને રમવાની વાદળ વાદળ વરસો પાણી વીજળી ચમકે વાદળ ગરજે ઝરમર પાણી વરસે મોજ પડે હોડી રમવાની વાદળ વાદળ વરસો પાણી વાદળ વાદળ વરસો પાણી

શિયાળ નો ન્યાય


એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો.

સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ છો. મને પીંજરામાંથી બહાર કાઢો. તમને હું સોનામહોરથી ભરેલી થેલી આપીશ!’

પંડિતજીને થયું, સોનામહોરથી ભરેલી થેલી! વાહ! મારું નસીબ ઊઘડી ગયું. પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો. બહાર નીકળ્યો એટલે સિંહ કહે, ‘મને ભૂખ લાગી છે. હવે હું તમને ખાઈ જઈશ.’

પંડિતજી બહુ કગરર્યા પણ સિંહ કહે, ‘ના હું તો તમને ખાઈશ.’ એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું. પંડિતજીએ બધી વાત તેને કરી, પોતાનો ન્યાય કરવા કહ્યું.

શિયાળ કહે, ‘ન્યાય કરવો ખૂબ અઘરો છે. તમે મને સમજાવો કે સિંહ પહેલાં ક્યાં હતો ને પંડિતજી તમે ક્યાં હતાં?’

આવું સાંભળી સિંહ કૂદકો મારી પાંજરામાં જઈ ઊભો રહ્યો ને બોલ્યો, ‘હું પહેલા અહીં ઊભો હતો.’

પંડિતજીએ સિંહને પાંજરાંમાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું. શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો ને બોલ્યું, ‘સિંહરાજ તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને?’

સિંહે કહ્યું, ‘હા.’

શિયાળ બોલ્યું, ‘પંડિતજી તમે હવે આગળ ચાલવા માંડો. સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તે તમને મારી નાખવા તૈયાર થયો તેથી સિંહરાજ પાંજરામાં જ સારા’ એમ કહીને તે પણ જંગલમાં જતું રહ્યું.

વગર વિચારે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા.

સુવિચાર

મધ ગમે તેટલો મીઠું હોય ,..

મધમાખીને સાચવવા કોઈ તૈયાર નહિ થાય... કારણ .... ડંખ મારવાની ટેવ............

''સ્વભાવ'' ગમે તેટલો સારો હોય ...પણ
''બીજાને સંભળાવી દેવાની.... ટેવ હશે તો કોઈ સાચવવા તૈયાર નહિ થાય...

સોમવાર, 23 જુલાઈ, 2012

લોક લાડીલા બાપુ

                                                                                    
                                                                                 
               




ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે.
                                       મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાતભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાધીનો વ્યવસાય કરેલો નહી, અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દિવાન પદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. જૈન સંપ્રદાયમાં અતિસુક્ષ્મ સ્તરની અહિંસાના પ્રભાવને કારણે ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનનાં લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તૂરબા સાથે થયાં હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતાસૌથી મોટા પુત્ર હરીલાલ (જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ (જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ (જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાના પુત્ર દેવદાસ (જન્મ સન ૧૯૦૦).

શિક્ષકને પત્ર

અબ્રાહમ લિંકને તેના પુત્રને સ્કૂલમાં મૂક્યો ત્યારે આચાર્યશ્રી ને કરેલી ભલામણો

આદરણીય શિક્ષકશ્રી,


==>>    હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી  એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે.  તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે.  હું જાણું છુ કે આપને આ શીખવતા  સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો. 

==>> એને અત્યારથી જ બોધ આપશો કે  ગુંડાઓને મહાત  કરવા એ સહેલું છે. તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમાજ આપજો એને થોડોક નિરાતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે. 

==>>બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે. 

==>>એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો.  ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી  લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભરજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે.  એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ  છે, પણ હું આપને વિનંતી  કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો. 

બાળગીત

[૧]

આવડા અમથા વાંદરાભાઈને
સિનેમાનો શોખ (૨)
ધોતી પહેરી ઝભ્ભો પહેર્યો (૨)
ટોપી મૂકી આમ, ટોપી મૂકી આમ
આવડા અમથા...
લાકડી લીધી ચશ્મા પહેર્યા (૨)
ચાલી નીકળ્યા આમ,ચાલી નીકળ્યા આમ
આવડા અમથા...
પહેલા નંબરની ટિકિટ કપાવી (૨)
જોવા બેઠા આમ, જોવા બેઠા આમ
આવડા અમથા...
સિનેમામાં તો ધડાકો થયો (૨)
ગભરાઈ ગયા આમ, ગભરાઈ ગયા આમ
આવડા અમથા...
ચંપલ ફેંક્યા, ચશ્મા ફેંક્યા (૨)
ટોપી ફેંકીઆમ, ટોપી ફેંકી આમ
આવડા અમથા...

નિર્ણયશકિત

એકવખત સમ્રાટ નેપોલિયન ઘોડેસવારી કરીને તેનાં લશ્કરની ટૂકડીની તાલિમ જોવા ગયો.
એવામાં ઘોડો એકાએક ભડક્યો અને ઘોડાનાં કાબૂમાં લેવાનાં નેપોલિયનનાં કોઇ પ્રયત્નો સફળ ન થયા. ત્યાં જ એક સૈનિકે ઘોડાની લગામ પકડીને ઘોડાને મહામુશ્કેલીથી કાબૂમાં લીધો.
નેપોલિયને સૈનિકનો આભાર માનતા કહ્યુ, ‘Thank You, Caption.’
સૈનિક ચતુર હતો. એ નેપોલિયનનો એક સામાન્ય સૈનિક હતો, પણ હાથમાં આવેલો મોકો તે જવા દેવા માંગતો ન હતો. તેણે તરત જ નેપોલિયનને કહ્યું, ‘કઇ ટૂકડીનો?’
નેપોલિયન તેનો તર્ક સમજી ગયો અને તેની ચતુરાઇ ઉપર ખુશ થતાં કહ્યું, ‘મારી અંગરક્ષક ટૂકડીનો.’
અને આ રીતે એ સામાન્ય સૈનિકને તેની ત્વરિત બુધ્ધિશક્તિથી મહત્વનો હોદો મળી ગયો.

સ્વામી વિવેકાન્ંદ

એકવખત સ્વામી વિવેકાનંદ મુંબઇ-પુના રેલવેમાં પ્રથમ વર્ગમાં મુસાફરી કરી રહ્યાં હતાં. એ વખતે ડબામાં હાજર રહેલ એક અંગ્રેજ વિવેકાનંદ સાંભળે તેમ બોલતો હતોઃ હવે તો બાવાઓ પણ પ્રથમ વર્ગમાં મુસાફરી કરે છે, વગેરે વગેરે.
વચ્ચે લોનાવાલા સ્ટેશન આવતાં વિવેકાનંદને મળવા આવનાર એક ગૃહસ્થ સાથે પ્રભાવશાળી રીતે અંગ્રેજીમાં વાત કરતાં જોઇને પેલાં મુસાફરની આંખો ઉઘડી અને તેણે વિવેકાનંદની માફી માંગી.
તેમણે કહ્યું, ‘મને ખોટુ લાગ્યું નથી, કેમ કે દરેક માણસ સામા માણસની પરીક્ષા પોતાની બુધ્ધિ અનુસાર કરતો હોય છે.’

સત્ય ઘટના

એક ખુબજ જાણીતી સત્ય ઘટનાઃ

જ્યારે તે પહેલી વખત ધંધા માં નિશ્ફળ ગયો ત્યારે તેની ઉંમર હતી ૨૧ વર્ષ. લેજીસ્લટીવ રેસ માં હાર ત્યારે ઉંમર ૨૨ વર્ષ. ફરીથી ધંધા માં નિશ્ફળ ગયો ત્યારે તેની ઉંમર હતી ૨૪ વર્ષ. તેની પ્રેમીકા નું મ્રુત્યુ થયું ત્યારે ઉમર વર્ષ ૨૬. માનસીક આઘાત ઉમર વર્ષ ૨૭. કોંગ્રેસ ની ચુંટણી માં હાર ઉમર ૩૪ વર્ષ. સેનેટ ની ચુંટણી માં હાર ઉમર ૪૫ વર્ષ. ઉપ રાસ્ટ્રપતી બનવા માં નિશ્ફળતા મળી ત્યારે તેની ઉમર હતી ૪૭ વર્ષ. ફરીથી સેનેટ ની ચુંટણી માં હાર ત્યારે ઉંમર ૪૯. અને જ્યારે તે અમેરીકા નાં રાષ્ટ્રપતી બન્યા ત્યારે તેમની ઉંમર હતી ૫૨ વર્ષ.

આ માણસ હતો – અબ્રાહમ લિંક

શિકરી નો કુતરો

એક શિકારી પાસે તદ્દન અલગ પ્રકાર નો કુતરો હતો. એ કુતરા ની ખાસીયત એ હતી કે તે પાણી પર ચાલી શકતો હતો. આ શિકારી ને થયું કે તેના મિત્રો ને આ કુતરો બતાવી પોતની બડાઈ મારવી જોઈએ. તેથી તેને પોતના એક મિત્ર ને બતક નો શિકાર કરવા બોલાવ્યો. થોડા સમય સુધી શિકાર કર્યા પછી શિકારી એ તેના કુતરા ને બધા બતક પાણી માં થી લઈ આવાવા કહ્યું. આ રીતે આખો દિવસ શિકારી અને તેનો મિત્ર બતક નો શિકાર કરતા રહ્યાં. અને દરેક વખતે શિકારી નો કુતરો પાણી પર ચાલી ને શિકાર કરેલા બતક લઈ આવતો. કુતરા ના માલિક ને આશા હતી કે તેનો મિત્ર આ જોઈ ને તેના ખુબ વખાણ કરશે.પરંતુ તેવું કાંઈ થયુ નહિ.આથી જ્યારે તેઓ શિકાર કરી ને પાછા આવતા હતા ત્યારે તે શિકારી એ તેના મિત્ર ને પુછ્યું – તેં આ કુતરા માં કંઈક વિશેશ જોયું? ત્યારે શિકારી ના મિત્ર એ જવાબ આપ્યો,હા જરુર તેણે કુતરા ની એક ખાસિયત જોયી કે તમારો કુતરો પાણી માં તરી શકતો નથી
સારાંશ – ઘણા લોકો હંમેશા નકારાત્મક રીતે વિચારતા હોય છે.તેથી તેઓ નિરશાવાદી કહેવાય છે.

આચરણ

મનુષ્યની ફરજ છે કે તે સત્ય અને અસત્યનો તફાવત જાણવાનો પ્રયત્ન કરે. સત્ય એ આધ્યાત્મિક જગતનું સર્વશ્રેષ્ઠ રત્ન છે અને ભગવાને તેને જાણવાની ચોક્કસ યોગ્યતા પણ મનુષ્યને આપીછે, પરંતુ આ આધુનિક જમાનાના ખરાબ વિચારનાર લોકોએ એનું સ્વરૂપ એવું ગંદું કરી નાખ્યું છે કે તેની ઓળખાણ કરવી પણ ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે. એના માટે સૌથી પહેલો ઉપાય એ છે કે આપણે જાતે મન, વચન અને કર્મથી હંમેશા સત્યનું પાલન કરીએ. જે માણસ સત્યનું પાલન કરે છે તે સત્ય અને અસત્યની ઓળખ પોતાના સામાન્ય જ્ઞાનથી તરત જ કરી લે છે.
સત્ય અને અસત્યની ઓળખ પર એટલા માટે ભાર મૂકવાની જરૂર છે કે જગતમાં આજકાલ અનેક મૂર્ખતાપૂર્ણ અસત્ય વિચાર અને અંધવિશ્વાસ ફેલાયેલા છે અને જે માણસ તેમનો ગુલામ બની રહેછે તે ક્યારેય પ્રગતિ કરી શક્તો નથી.
એટલા માટે તમારે કોઈ એવી વાત ગ્રહણ કરવી ન જોઈએ કે જેને ઘણા લોકો માનતા હોય અથવા તો સદીઓથી ચાલી આવતી હોય અથવા તો ધર્મગ્રંથોમાં લખેલી હોય, જેને લોકો પવિત્ર માનતા હોય. તમારે જાતે તે વાત વિચારીને તે સાચી છે કે ખોટી યા યોગ્ય છે કે અયોગ્ય છે તેનો નિર્ણય કરવો જોઈએ. યાદ રાખો કે એક વિષયમાં ભલે એક હજાર માણસની સંમતિ હોય, પરંતુ જો તે લોકો તે વિષયમાં કશું પણ જાણતા ન હોય તો તેમના મતની કશી કિંમત રહેતી નથી.

સયાજીરાવ ગાયકવાડ

ગાયકવાડ ક્યારેય પોતાના અધિકારીઓને એવું વર્તન કરવા દેતા નહી જેનાથી બીજા ઓને અન્યાય થાય કે હેરાનગતિ વેઠવી પડે

મહારાજા એક વાર કાશ્મીરના પ્રવાસે ગયા હતા. વાંચવામાં આવ્યું છે તેમ તેમને સવાર સાંજ ફરવા જવાનો નિયમ હતો. તેઓ ગમે ત્યાં હોય પણ આ નિયમનો ભંગ થવા ન દેતા. કાશ્મીરમાં પણ તેમણે આ નિયમ જાળવી રાખેલો.

એક દિવસ સવાર સવારે તેઓ ફરવા નીકળ્યા. સાથે એ.ડી.સી. પણ હતા જ. સડકને છેડે ચાલતાં ચાલતાં એમણે જોયું કે મકાઈના ખેતરમાં ભરપૂર ડૂંડાં ઉગ્યાં છે. એમને થયું કે આજે ડૂંડા ખાવાની મજા કેમ ન માણવી? બસ પછી તો શું? એ.ડી.સી.ની. સાથે ખેતરમાં ઘુસી ગયાં. દૂર ક્યાંક સંતાઈને ખેડૂત બેઠો હતો. જેવું એણે જોયું કે બે રાહદારીઓ ખેતરમાં ધૂસી ગયા છે. અને ડૂંડા તોડવા લાગ્યા છે. કે તરત જ દોડતા એમની પાસે પહોંચી ગયો અને લાગ્યો ખરી ખોટી સૂણાવવા .જ્યારે જોયું કે પેલો ખેડૂત પોતાની વચન વર્ષા બંધ કરતો જ નથી ત્યારે મહારાજાએ એને વચ્ચે અટકાવીને કહ્યું કે ભાઈ મારા અમે તો ગાયકવાડ સરકારના અધિકારીઓમાંથી છીએ અહીંથી પસાર થતાં હતાં પાકેલાં ડૂંડા જોઈને ખાવાનો વિચાર આવ્યો તો ખેતરમાં આવીને એ બે - ચાર ડુંડા તોડયાં જ છે કે તમે... પણ જેવું ખેડૂતે ગાયકવાડ સરકારના અધિકારીઓ માંથી છીએ સાંભળ્યું કે તરત જ એ તો વધારે ગુસ્સે થઈ ગયો કહે તમે તદ્દન જુઠ્ઠા છો.

કેમ ભાઈ જુઠ્ઠા કેમ? મહારાજાએ સહજ જ પૂછી લીધું એટલા માટે કે ગાયકવાડ સરકારની નામના એવી સાંભળી છે કે તેઓ ક્યારેય પણ પોતાના અધિકારીઓને એવું વર્તન કરવા દેતા નથી જેનાથી બીજા ઓને અન્યાય થાય કે કોઈને હેરાનગતિ વેઠવી પડે .લાગે છે કે તમે તો કોઈ ભળતા જ લોકો છો. સાંભળીને બન્ને ચકિત રહી ગયા છેવટે આ બનાવટી અધિકારી ઓએ ખેડૂતને નુકસાની પેટે થોડીક રકમ આપીને એવી દશામાંથી છુટકારો મેળવવામાં જ પોતાનું ભલું જોયું .પણ જો તમે ગરીબ જ મૃત્યુ પામો એ તમારી ભૂલ છે

ઘડતર

ટૉલ્સટૉયને કોઈએ પૂછ્યું : ‘માણસના ઘડતરનું મૂલ્ય શું ?’ ટૉલ્સ્ટોય કહે : ‘લોઢાનો એક ટુકડો વેચો તો એક રૂપિયો મળે. પણ જો તેમાંથી ઘોડાની નાળ બનાવો તો અઢી રૂપિયા મળે. જો ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવીને વેચો તો હજારો રૂપિયા ઉપજે. લોઢું તો એનું એ જ અને એટલું જ, પરંતુ એનું જેવું ઘડતર કરો એવું એનું મૂલ્ય અંકાય. માણસ વિશે પણ આવું જ છે. માણસનું જેટલું ઘડતર વધે એટલું એનું મૂલ્ય પણ વિશેષ થાય.

ભગવાન

જયારે ઈશ્વર તમને મુશ્કેલી ની ધાર
પર થી ધક્કો મારે તો...
તેના પર એટલો વિશ્વાસ રાખજો કે..,
કાં 'તો એ તમને ઝીલી લેશે.....
કાં ' તો એ તમને ઉડતા શીખવી દેશે...

સમય

બળવાન હોઈ છે સમય,
જેને ના પકડી શકાય ના જકડી શકાય,
પાણી ની જેમ વેહ્તો રહે એને કદીના રોકી શકાય,
તેની આગળ અને તેની પાછળ રહીને કદીના જીવી શકાય,
પણ તેની સાથે ચાલીને જ જીવનને સફળ બનાવી શકાય.

જોકસ

સન્તા ઍકઝામ આપવા ગયો. એણે ઍક્ઝામિનરને પૂછ્યું :
‘સર, આન્સરશીટ કે પહલે પન્ને પર ક્યા લિખું ?’
‘લિખો, ઈસ ઉત્તરવહી કે સારે ઉત્તર કાલ્પનિક હૈ ઔર ઉનકા કિસી ભી પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર યા પ્રશ્ન સે કોઈ લેનાદેના નહીં હૈ !’

ચિંતન

આજ ના સંસાર ની કરુણતા :

ટી. વી. સેટ, સોફા સેટ, ડાયમંડ સેટ, ડાયનીંગ સેટ,
જેવા ઘણા સેટ વચ્ચે આજ નો માનવી "ઉપ્સેટ" છે...

અને ઝુંપડપટ્ટી માં રહેવા વાળો ગરીબ આવા એક પણ સેટ વગર "વેલ-સેટ" છે.....

હાસ્ય



છોકરી: ચલ, મેકડોનાલ્ડ્સમાં જઈએ.
છોકરો: સ્પેલિંગ બોલ તો જઈએ.
છોકરી: ઠીક છે, તો ચલ કેએફસીમાં જઈએ.
છોકરો: ફુલ ફોર્મ કહે તો આવું.
છોકરી: ચલ જવા દે, અહીંયા પાનીપુરી ખાઇ લઇયે.

હાસ્ય



જ્યોતિષ : તારું નામ નરેશ છે ?
નરેશ : હા.
જ્યોતિષ : તારે એક દીકરો છે અને તેં હમણાં જ પાંચ કિલો ઘઉં ખરીદ્યા છે.
નરેશ : તમે તો અંતરયામી છો.
જ્યોતિષ : ગધેડા, બીજી વાર જન્માક્ષર લઈને આવજે...રેશન કાર્ડ નહીં !

જિન્દગી

જો જીન્દગી મા સફળ થવું હોય તો આ વાત મગજ મા રાખો...

"THERE IS NO SHORTCUT TO THE SUCCESS ......
JUST ONE WAY...IS HARDWORK..."

" સફળતા ને કોઈ ટૂંકો રસ્તો નથી હોતો....માત્ર એક જ હોય છે...એ છે .........'સખત પરિશ્રમ' ......"
તો લાગી જાઓ તમારી સફળતા પાછળ..... BEST OF LUCK

સમય



સપનુ નહી પણ રાત બદલાય છે,
મંજીલ નહી પણ રાહ બદલાય છે,
આશા જીવંત રાખજો મિત્રો,
નસીબ બદલાય કે ના બદલાય ,
પણ સમય જરૂર બદલાય છે........

સુવિચાર



બિલગેટ્સ એ કીધેલું એક શ્રેષ્ઠ વાક્ય.....
" જો તમે ગરીબ જન્મ્યા છો તો એ તમારી ભૂલ નથી.....
પણ જો તમે ગરીબ જ મૃત્યુ પામો એ તમારી ભૂલ છે"

હાસ્ય

ચંપકે પત્ની સરલાને ઘરનો હિસાબ લખવાનું સમજાવી દીધું હતું. મહિનાના અંતે ચંપક હિસાબની કોપી જોવા બેઠો. તો કોપીમાં ઘણી જગ્યાએ ‘રા.જા. 50 રૂ., રા.જા. 100 રૂ., રા.જા. 30 રૂ.’ એવું લખેલું હતું. અંતે ચંપકથી ન રહેવાયું, તેણે પત્નીને પૂછ્યું : ‘આ રા.જા.નો શું અર્થ થાય ?’ સરલાએ સહજતાથી કહ્યું : ‘રા.જા. નો અર્થ છે રામ જાણે !’

દિકરી નો માને પત્ર

સ્વર્ગ માંથી દીકરીએ પોતાની માંને લખેલ પત્ર...!!
મારી વ્હાલી મમ્મી...
તું હવે દવાખાને થી ઘરે આવી ગયી હોઈશ..? તારી તબિયત ની મને ચિંતા થાય છે.. હવે તારી તબિયત સારી હશે..? વ્હાલી મમ્મી તારી કુખે મારો અંશ રહ્યો ત્યારથી મને વાત્...સલ્ય થી ઉભરાતો માં નો ચહેરો જોવાની... ઝંખના હતી. મમ્મી મારા ગાલ તારી એક વહાલભરી ચૂમી માટે તલસતા હતા. મારે મારી જનેતા ના હાથ માં ફૂલ થઇ ને ખીલવું'તું.. મારે મારી માનો ખોળો ખુંદવો તો..... મમ્મી, મારે તારા આંગણ માં પગલી પાડવી તી અને આપણા ઘર ને કિલ્લોલ થી ભરી દેવું તું..મમ્મી, મને તારું હાલરડું સાંભળતા સાંભળતા ઊંઘવાની ઝંખના હતી.. કુદરતે મને તારો દીકરો બનાવ્યો હોત તો કઈ વાંધો ન આવત..મમ્મી, પણ તને કુદરત નો ન્યાય મંજુર ન હતો.
તને તો દીકરા ની ઝખના હતી. તારે માત્ર સંતાન થી ખોળો નો તો ભરવો.. તારે તો ભવિષ્ય ના કમાઉ દીકરા ની સંપતિ થી ઘર ભરી દેવું તું.. મમ્મી, તારે પારકી થાપણ નોતી ઉછેરવી. તારે તો મિલકત નો વારસ ઉછેરવો તો.. અને ઘડપણ માં દીકરા-વહુ નો પ્રેમ, સેવા અને દુ:ખ માં આંસુ લૂછવાનો સહારો જોઈતો હતો. તને મારી કાલી ભાષા સાંભળવાની ઝંખના નોતી..
તને તારી છાતી માં ઉભરતા ધાવણ નું કોઈ ખાસ મૂલ્ય જ નોતું અને એટલેજ મમ્મી તે દવાખાને જઈ ને મારાથી છુટકારો મેળવી હાશકારો અનુભવ્યો હશે ? મમ્મી, ત્યારે ડોક્ટર ના ચીપીયા ખાઈ ખાઈ ને તારું આ ફૂલ આક્રંદ કરતુ તરફડતું હતું.. મારા શરીર ના એક પછી એક અંગો કપાઈ ને અલગ થઇ રહ્યા હતા..મને હતું કે હમણાં મારી મમ્મી વ્હારે આવશે પણ તને તો દયા નહિ આવી મમ્મી ! પણ ઈશ્વર ને તો દયા આવી ગયી. ડોક્ટર ના ચીપીયા ના તીક્ષણ અણી થી મારૂં ધબકતું હૈયું ફટ દઈ ને ફાટી ગયું અને ઈશ્વરે મને તરત જ ઉપર બોલાવી લીધી..
મમ્મી, તુયે દીકરી થઇ ને કોઈક માંની કુખે અવતરેલી આ વાત તું કેમ ભૂલી ગઈ ? બીજું તો ઠીક છે પણ તારા પેટ ને મારી કબર બનાવતા તને જરા પણ દયા ના આવી ? ચિંતા ન કરતી મમ્મી, હવે ભઈલો જયારે જન્મ લે ત્યારે તેને આ દીકરી ની યાદ આપજે... અરે હા ! રક્ષાબંધન ના દિવસે મને યાદ કરી ને ભઈલા ને મારા આશીર્વાદ આપજે...!! 

જીવન

.ખુદ ની ખુદ્દારી થી જીવનારા ના ખુદ્દાર કહે છે
,મોતને મૂઠીમાં લઈ દરિયો ખેડનાર ને મરજીવો કહે છે.

 જીદગી ના હરેક ખૂણે કોઈ તમને માત કરવા ટાંપી ને બેઠુ છે
 પણ 'નાદાન 'એવા રોડા ને બાજુ પર કરી વૈતરણી તરી જનાર ને જાંબાઝ કહે છે

જાણવા જેવુ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતનું મૂલ્ય કેવી રીતે મપાય?
રાષ્ટ્રપતિ બનવા માટે ૫,૪૯,૪૪૨ મૂલ્યના મત મળવા જોઇએ. પરંતુ આ મૂલ્ય કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે રસપ્રદ ગણિત છે. લોકસભાના ૫૪૩ સાંસદો, રાજયસભાના ૨૪૩ સાંસદો અને દેશના ૪૧૨૦ ધારાસભ્યો વોટિંગ કરે છે. કુલ ૪૧૨૦ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ૫,૪૯,૪૭૪ છે અને ૭૭૬ સાંસદોનું મૂલ્ય ૫,૪૯,૪૦૮ છે. ધારાસભ્યોના મતોનું મૂલ્ય દરેક રાજયમાં અલગ-

અલગ હોય છે. જે સંબંધ...ીત રાજયની કુલ જનસંખ્યા અને ધારાસભ્યોની સંખ્યા પર આધારિત હોય છે. એટલે કે કોઇ રાજયની કુલ જનસંખ્યાને રાજયના ધારાસભ્યની સંખ્યા વડે ભાગકાર કરવાથી અને તેના દ્વારા પ્રાપ્ય આંકને ૧૦૦૦ વડે ગુણવામાં આવે છે. બાદમાં જે આંક મળે તે રાજયના પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય હશે જનસંખ્યાના હિસાબે ઉત્તરપ્રદેશ દેશનું સૌથી મોટું રાજય હોવાથી અહીંના ધારાસભ્યના વોટનું મૂલ્ય સૌથી વધુ ૨૦૮ છે. જયારે તામિલનાડુ, ઝારખંડ અને મહારાષ્ટ્રનો આંકડો ૧૭૬નો છે. તે જ રીતે બિહારમાં એક ધારાસભ્યના મતનું મૂલ્ય ૧૭૩ છે, કેરળમાં ૧૫૨, બંગાળમાં ૧૫૧, ગુજરાતમાં ૧૪૭ અને દિલ્હીમાં માત્ર ૫૮ છે. સિક્કીમ, મિઝોરમ તથા નાગાલેન્ડમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય ૧૦ કરતાં પણ ઓછું છે. સૌથી વધુ મત ઉત્તરપ્રદેશ ૮૩૮૨૪ છે ત્યારબાદ મહારાષ્ટ્ર ૫૦,૪૦૦ અને બંગાળ ૪૪૩૦૪ ધરાવે છે

ચિંતન

  • વળતાં પાણી તળાવનો આરામ ઝંખે છે !
  • પવન પડી જાય ત્યારે વાવટાને લબડવું જ પડે !
  • કંકાસ થાય ત્યારે કુતરાની વસ્તી એકાએક વધી ગયેલી લાગે છે .
  • સુથાર ગામમાં રહી ને સીમના બાવળની ચિંતા કરે !
  • બેકાર હોવું એ સૌથી સિરીયસ જોબ છે.
  • ભ્રષ્ટાચાર માં હદ આવે છે ,પણ બાઉન્ડ્રી  આવતી નથી !
  • ઝુંપડાવાળી પણ પતિ માટે તો ઘરવાળી જ હોય છે !
  • વૃદ્ધત્વ સાથે દીવાનખાનું પણ ગેસ્ટરૂમ થઇ જાય છે .
  • પત્ર પસ્તી થાય છે પણ પત્રકાર સિનિયર થાય છે. 

ચિંતન

  • ચોમાસાની જીવાતના જન્મદર અને મુત્યુદર સરખા હોય છે .
  • હવે તો જીવતા માનસ માટે શોકનો ઠરાવ કરવો પડે છે .
  • ઈતિહાસ ને રિન્યુ કરવા માટે શસ્ત્રો હાથમાં લેવા પડે છે .
  • પાકિસ્તાન એવો પાડોશી છે જે વાટકી વ્યવહારને બદલે બંદુક વ્યવહાર રાખે છે.
  • ધર્મ માણસને   પાળે છે ,પણ  ધર્મને પાળનારો એને ''પાલતું 'પ્રાણી બનાવી દે છે .
  • ચાદરનો એક છેડો માણસના પગને  વધારે ઓળખે છે .
  • ડાહી ચકલી પોતાના કદ જેટલું જ ઉડ્યન કરે છે .
  • માણસ એવા સમાચાર છે ,જે કાયમ રહે છે ,અને હેડીગ બદલાયા કરે છે .
  • સોનીને તો બીજાની વહુ ઘરેણાં પહેરે એ ગમે 

સ્વભાવ

સારું હદય અને સારો સ્વભાવ બંને જરૂરી છે .
સારા હદયથી કેટલા સંબંધો બને છે 
                અને 
સારા સ્વભાવ થી  એ જીવનભર ટકે છે .

જિન્દગી

સારી જિન્દગી જીવવાના બે રસ્તા 
1. માફ કરો એને જેને તમે ભુલી નથી શક્તા ..... 
2. ભુલી જાઓ એને જેને તમે માફ નથી કરી શક્તા.....

સફળતા

સફળતા માટે  ત્રણ કારખાનાંઓ  રાખો 
1.મગજમાં બરફ નું 
2.જીભ પર સાકર નું 
3.અને હદયમાં પ્રેમ નું 

સત્સંગ

જેમ લોઢું લોઢાને કાપે છે ............
ઝેર ઝેરને મારે છે ........................
કાંટો કાંટાને કાઢે છે તેમ 
સત્સંગ એ સંગના રોગને દુર કરે છે ....

પ્યાર

કળી કો જિતના હૈ તો મધુર મુસ્કાન સે જિતો, 
હિરન મન જિતના હૈ તો મધુર જંકાર સે જિતો; 
કિસિ કો જિતના કયા હૈ ખદગ સે તોપ સે બોમ સે, 
કિસિ કો જિતના હૈ તો હદયકે પ્યાર સે જિતો.

સુવિચાર

 .  કરે જે કામ નિષ્ઠાથી તેની મહેનત ફળે છે
નસીબને દોષ દેનારા જ જ્યાં ત્યાં આફળે છે
નથી આ ફૂલોની શય્યાકતારો કંટકોની છે
છતાં પુરુષાર્થ પ્રેમીને હમેશાં ફળ મળે છે  

સુવિચાર

"કાળા પથ્થરોને પણ વાચા છે,નહિ માનો, 
દિલ અમારા સાચા છે પણ નહિ માનો, 
નથી સમાજતા અમારી વાત કારણ કે 
કાન તમારા કાચા છે પણ નહિ માનો.

ગ્રામ સફાઇ