પોલીસ (રાકેશને) : ‘અમને એવા વાવડ મળ્યા છે કે તમે તમારા ઘરમાં વિસ્ફોટક સામગ્રી રાખી છે.’
રાકેશ : ‘સાહેબ, આપની બાતમી એકદમ બરાબર છે, પરંતુ હમણાં તે પિયર ગઈ છે !’
**********હોટલમાં એક ભાઈ વેઈટરને ખુજલી કરતા જોઈ રહ્યો હતો.
એ ભાઈએ વેઈટરને બોલાવીને પૂછ્યું : ‘ખરજવું છે ?’
વેઈટરે કહ્યું : ‘મેનુકાર્ડમાં લખ્યું હશે તો ચોક્કસ મળશે !’
**********રામુ શાકભાજી લેવા ગયો એ સમયે શાકભાજીવાળો ભાજી પર પાણી છાંટી રહ્યો હતો.
ઘણીવાર થઈ.
રામુ કંટાળ્યો. અંતે તે રાહ જોઈને થાક્યો અને બોલ્યો : ‘ઓ શાકભાજીવાળા, ભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ !’
**********શિક્ષક : ‘બોલ રામુ, અકબર કોણ હતો ?’
રામુ : ‘મને ખબર નથી સાહેબ.’
શિક્ષક : ‘ડોબા, ભણવામાં ધ્યાન રાખે તો ખબર પડે ને ?’
રામુ : ‘પણ સાહેબ, તમને ખબર છે કે મુકેશ કોણ છે ?’
શિક્ષક : ‘ના, એ વળી કોણ છે ?’
રામુ : ‘દીકરી તરફ ધ્યાન રાખો તો ખબર પડે ને ?’
**********રમણભાઈ કન્યાના ઘરે માંગુ લઈને ગયા.
કન્યાના માતાપિતાએ કહ્યું : ‘પણ, અમારી દીકરી તો હજુ ભણે છે.’
રમણભાઈ બોલ્યા : ‘તો કંઈ વાંધો નહિ. અમે એક કલાક પછી આવીશું.’
**********સંતાસિંહ : ‘બંતા, જલ્દી બારીમાંથી કૂદી જા, પોલીસ આવી રહી છે.’
બંતાસિંહ : ‘અરે પણ આ તો 13મો માળ છે.’
સંતાસિંહ : ‘13મો તો 13મો. અત્યારે શુકન-અપશુકન જોવાનો સમય નથી…જલ્દી કર…’
**********ઈન્દ્રદેવ : ‘શું કરે છે ભાઈ ?’
યમરાજા : ‘કંઈ નહિ બાપા, નવરો બેઠો છું.’
ઈન્દ્રદેવ : ‘તો જા….પાન લઈ આવ….’
(થોડીવાર પછી…)
ઈન્દ્રદેવ : ‘અરે, આ શું છે ? કોણ છે આ બધા ?’
યમરાજા : ‘તમે જ તો કીધું હતું કે જાપાન લઈ આવ…..’
**********છોકરી : ‘છોકરો કેવો છે ?’
પંડિત : ‘ફિલ્મના હીરો જેવો છે.’
છોકરી : ‘અચ્છા ! કઈ ફિલ્મના હીરો જેવો ?’
પંડિત : ‘પિપલી-લાઈવ !’
**********પિતા : ‘બેટા, આ વર્ષે તારે 95% લાવવાના છે !’
પુત્ર : ‘ના પપ્પા, હું આ વર્ષે 100% લાવીશ !’
પિતા : ‘બેટા, વાતની મજાક ન ઉડાવ.’
પુત્ર : ‘પપ્પા, તમે જ તો શરૂઆત કરી.’
**********હમણાં યુનોએ એક સર્વે કર્યો. એમાં પ્રશ્ન કંઈક આવો હતો : ‘Please give your honest opinion about the shortage of food in the rest of the world’ પણ આ સર્વે નિષ્ફળ રહ્યો. કારણ કે,
આફ્રિકાના કેટલા બધા દેશોમાં food એટલે શું ? એ જ ખબર નો’તી.
ચીનમાં મોટા ભાગના લોકોને opinion એટલે શું તેની ખબર નો’તી.
યુરોપના લોકોને Shortage એટલે શું તેની ખબર નો’તી.
ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકોને honesty એટલે શું તે ખબર નો’તી.
ઓસ્ટ્રેલિયાને Please એટલે શું તેન ી ખબર નો’તી.
અને અમેરિકનોને Rest of the world (બાકીની દુનિયા) એટલે શું તે જ ખબર નો’તી. પછી સર્વે સફળ કઈ રીતે થાય ?
**********બગીચામાં એક છોકરો એક છોકરી સાથે બેઠો હતો. ત્યાં એક કાકા આવીને કહેવા લાગ્યા :
‘શું બેટા, આ આપણી સંસ્કૃતિ છે ?’
છોકરાએ કહ્યું : ‘ના અંકલ, આ તો જોશીકાકાની પલ્લવી છે !’
**********દસ લાખ લોકોનો સર્વે કર્યા પછી એક સત્ય બહાર આવ્યું છે કે લોકોને સુખ કેમ મળતું નથી ?
એ સત્ય એ છે કે લોકો સતત એ જ શોધ્યા કરે છે કે સાલું, બીજાને સુખ કેવી રીતે મળી ગયું ?
**********સન 2025નું એક દશ્ય :
ભિખારી : ‘ભગવાનના નામ પર કંઈક આપો…’
માણસ : ‘લે, મારી એમ.બી.એ.ની ડિગ્રી લઈ જા…’
ભિખારી : ‘અબે જા જા, તારે જોઈએ તો મારી સી.એ.ની ડિગ્રી લઈ જા ને !’
**********બંતાએ બેન્કમાં અચાનક બૂમ પાડી : ‘અહીં કોઈનું એવું નોટનું બંડલ ખોવાઈ ગયું છે કે જેની પર લાલ કલરનું રબરબેન્ડ હતું ?’
તરત જ સાત-આઠ જણના હાથ ઊંચા થયા. તેઓ બંતા પાસે આવી પહોંચ્યા : ‘ક્યાં છે એ બંડલ ?’
બંતાએ કહ્યું : ‘બંડલ તો ખબર નહીં, મને એ રબરબેન્ડ મળ્યું છે !’
શનિવાર, 1 સપ્ટેમ્બર, 2012
jokes
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો