બુધવાર, 15 મે, 2013

હોળીનું વૈજ્ઞાનિક મહત્વ

હોળી   એટલે વસંત ઋતુનો, રંગોને ઉમંગોનો ઉત્સવ  અને યુવાનોનું  તો એ મસ્તીનું પર્વ.  ધાર્મિક દ્રષ્ટિએ ભીતરમાં પલતા વેર અને પાપોને ભસ્મ કરી ,ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરવાનું પર્વ. મહારાષ્ટ્રમાં અને ગુજરાતના સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વરસાદ ખૂબ જ ઓછો થવાથી પાણીની સમસ્યા ગંભીર બની છે. સમય સમયે પર્વની ઉજવણી સમયે, પ્રવર્તમાન સ્થિતિને પણ સૌએ મૂલવવી કામ કરવું જોઈએ, એ નિર્વિવાદ વાત છે.
સામાજિક જવાબદારી નિભાવવાનું આપણું કર્તવ્ય ના ભૂલવું જોઈએ…એ ભાવ સાથે આવા પર્વોને માણીએ..

થી વધુ લોકોને ઝેરી રંગની અસર થવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભોગ બનેલાઓમાં વધુ કરીને બાળકોનો સમાવેશ થાય છે’ વિ સમાચારો વર્ષોથી હોળી ગાળામા આવતા જ
રહે તો વર્ષોથી જે પ્રચાર/ વિનંતી કરીએ છીએ તે સ્વીકારીએ ઇકો ફ્રેંડલીહોળી..
હોળી અને ધૂળેટીના રંગોત્સવની ઉજવણીમાં છૂટથી વપરાતા કેમિકલ મિશ્રિત રંગો ચામડીને હાનિકર્તા છે તેને બદલે હર્બલ રંગો વાપરવા હિ‌તાવહ છે.
તેમજ પાણીનો બગાડ પણ ઓછો થાય છે.
કેમિકલયુક્ત રંગોથી ચામડીના રોગ થાય છે. જ્યારે કેસૂડાના પાણીથી રંગે રમવાથી ચામડી ગૌર બને છે.કેસૂડો ઉપરાંત પલાસ અને ખાખરા જેવા વૃક્ષોના ફૂલોમાંથી કેસરી રંગ મળે છે. કપાસના ફૂલના અર્કમાં લીંબુનો રસ મેળવવાથી લાલ રંગ મળે છે. હળદરમાંથી ઘાટો પીળો રંગ મળે છે જેને સાબુના દ્રાવણ સાથે મિશ્રણ કરતા લાલ રંગ આપે છે. આવી તો અનેક વનસ્પતિ છે જેમાંથી પ્રાકૃતિક અને નિર્દોષ રંગ મળે છે જે સહેજ પણ નુકશાનકારક નથી.
અબીલ-ગુલાલની સાથે સુકી હોલી.દાડમની છાલને સૂકવી, ખાંડીને શ્રેષ્ઠ પ્રકારનો સિલ્વર રંગ બને છે, રજકાના પાનમાંથી લીલો, પારિજાતમાંથી કેસરી રંગ, હરડેમાંથી પીળો રંગ, કાથામાંથી લાલ રંગ, ખાવાના સોડામાંથી પણ લાલ રંગ મળે છે. જાંબુમાંથી જાંબલી અને બીટમાંથી ગુલાબી રંગ મળે છે.
પાણી બચાવવાના આ અભિયાનમાં અબીલ ગુલાલની સાથે સુકી હોળીનો ભાવ વ્યકત કરતાં સુંદર સ્લોગન
‘ હોલી મેં પાની કોન બહાયેંગે, પાની ભવિષ્યકે લીએ બચાયેંગે અગર એસે હી પાની ખત્મ હો ગયા તો કયાં આસું કી નદીયા બહાયેંગે ?
હેપી સૂકી હોલી-










W.D
હોળીનું વૈજ્ઞાનિક મહત્વ
તહેવારોનું ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. પરંતુ હોળી દહન એ વાતનું પ્રતિક છે કે માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગની અંદર સળગાવી દે. આનાથી મન નિર્મળ રહેશે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની જેમ નિખરીને નીકળશે.

વસંત આવવાની ખુશીમાં ઝાડના સુકાયેલ પાંદડા અને લાકડાઓને એકઠાં કરીને સળગાવી દેવા જ તેનો ઉદ્દેશ્ય રહ્યો હશે. પરંતુ અત્યારે તો લોકો દ્વારા મોંઘા લાકડાને સળગાવવામાં આવે છે. આ હોળીનું વિકૃત સ્વરૂપ છે. બીજા દિવસે હોળીની અગ્નિમાં ઘઉંના ડુંડા શેકવાનો રિવાજ છે. આનું કારણ એ છે કે આ દિવસોમાં ઘઉંનો પાક તૈયાર થઈ જાય છે. નવા પાકને અગ્નિના દેવતાને સમર્પિત કરવાની સાથે સાથે તે પણ સાબિત થાય છે કે આ વખતનો પાક કેવો છે?

હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં. પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ તન-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકશાન નથી.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો