મંગળવાર, 17 જાન્યુઆરી, 2012

સાપ નિદર્શન

 સનાળી પ્રાશાળા ની 'પ્લેટીનમ જુયબીલી'મહોત્સવ ના ઉપકર્મે 'સપ્તરંગી કાર્યકમ 'માં સાપ નિદર્શન નું આયોજન કરેલ .જેમાં હીગોલગઢ પક્ષી અભ્યારણ માંથી આવેલ વી.ડી.બાલા સાહેબ દ્વારા સાપ વિશે ની વિગતે વાત કરવામાં આવી.
            જેમાં ઝેરી અને બિન ઝેરી સાપ ની વાત ,સાપ ની કુલ ૫૨ જાતી માંથી માત્ર ૪ જાતી જ ઝેરી છે.બાકીના બધા બિન  ઝેરી સાપ છે.ઉપરાંત સાપ એ ખેડૂત નો મિત્ર છે.સાપ ના કરડવાથી ભય ના કારણે લોકોના થતા મરણ ને અટકવા વિશેની વાત કરી.બાળકો અને ગ્રામ લોકોને સાપ પકડાવીને સાપ નો ભય દુર કર્યો.અહી ની તસ્વીરમાં શાળાનો ધોરણ ૭ નો વિદ્યાર્થી ગળામાં સાપ પહેરીને ઉભો છે.       
             આજ કાર્યકમ વખતે પર્યાવરણ જાગૃતિ અનવ્યે કુદરત ના ખોળે વિહરતું ચકલી જેવું ઘર આગનાંનું પક્ષી ચકલી જયારે વિલુપ્ત થવાના આરે છે ત્યારે ચકલી જેવા પક્ષી નો કેકારવ ભરી ઘર ઘર માં ગુજતો થાય તે માટે સાહેબ શ્રી દ્વારા સુંદર વાત કરવામાં આવી. દરેક બાળક અને ગ્રામ જનોએ ચકલી ના માળાની ખરીદી કરી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો