લેબલ ચિંતન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ચિંતન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
સોમવાર, 23 જુલાઈ, 2012
ચિંતન
- વળતાં પાણી તળાવનો આરામ ઝંખે છે !
- પવન પડી જાય ત્યારે વાવટાને લબડવું જ પડે !
- કંકાસ થાય ત્યારે કુતરાની વસ્તી એકાએક વધી ગયેલી લાગે છે .
- સુથાર ગામમાં રહી ને સીમના બાવળની ચિંતા કરે !
- બેકાર હોવું એ સૌથી સિરીયસ જોબ છે.
- ભ્રષ્ટાચાર માં હદ આવે છે ,પણ બાઉન્ડ્રી આવતી નથી !
- ઝુંપડાવાળી પણ પતિ માટે તો ઘરવાળી જ હોય છે !
- વૃદ્ધત્વ સાથે દીવાનખાનું પણ ગેસ્ટરૂમ થઇ જાય છે .
- પત્ર પસ્તી થાય છે પણ પત્રકાર સિનિયર થાય છે.
ચિંતન
- ચોમાસાની જીવાતના જન્મદર અને મુત્યુદર સરખા હોય છે .
- હવે તો જીવતા માનસ માટે શોકનો ઠરાવ કરવો પડે છે .
- ઈતિહાસ ને રિન્યુ કરવા માટે શસ્ત્રો હાથમાં લેવા પડે છે .
- પાકિસ્તાન એવો પાડોશી છે જે વાટકી વ્યવહારને બદલે બંદુક વ્યવહાર રાખે છે.
- ધર્મ માણસને પાળે છે ,પણ ધર્મને પાળનારો એને ''પાલતું 'પ્રાણી બનાવી દે છે .
- ચાદરનો એક છેડો માણસના પગને વધારે ઓળખે છે .
- ડાહી ચકલી પોતાના કદ જેટલું જ ઉડ્યન કરે છે .
- માણસ એવા સમાચાર છે ,જે કાયમ રહે છે ,અને હેડીગ બદલાયા કરે છે .
- સોનીને તો બીજાની વહુ ઘરેણાં પહેરે એ ગમે
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)