ગુરુવાર, 9 મે, 2013

કોયડો


 એક ગામમાં નદી કિનારે એક વડનું ઝાડ હતું. વડની બે ડાળીઓ પર થોડાં-થોડાં પંખીઓ બેઠાં હતાં. એક ડાળનાં પંખીએ બીજાં ડાળનાં એક પંખીને કહ્યું જો તમારા માંથી એક પંખી અહીં આવે તો તમારા કરતાં અમારી સંખ્યા બમણી થઇ જાય ત્યારે પહેલી ડાળ વાળાએ બીજી ડાળ વાળાને કહ્યું તમારા માંથી એક પંખી અમારામાં આવે તો આપણાં બંનેની સંખ્યા સરખીથઇ જાય. તો, સવાલ એ છે બન્ને ડાળ પર કેટલાં પંખીઓ હતાં?
૨. એક ગામમાં એક શેઠ હતાં. તેમની પાસે વજન તોલવા માટે એક પથરો હતો અને તે ૪૦ કિલોનો હતો. હવે, શેઠનાં મુનીમે શેઠની વજન તોળવાની મુશ્કેલીઓ દૂર કરવા માટે તે ૪૦ કિલો પથરાં નાં એવી રીતે ૪ ભાગ કર્યા કે તેનાંથી ૧ કિલોથી માંડીને ૪૦ કિલો વજન માપી શકાય. તો તે ચાર વજન જણાવો.
બન્ને એકદમ સરળ છે. કોયડા ઉકેલવાનું સોફ્ટવેર એન્જિનિયરોને ઇન્ટરવ્યુ કે ટેસ્ટ પેપરમાં કે બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછવામાં આવે છે.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો