બુધવાર, 15 મે, 2013

રક્ષાબંધનનો તહેવાર.

આજે શ્રાવણી પુનમ અને પવિત્ર રક્ષાબંધનનો તહેવાર. ભાઈ-બહેનના સંબંધને વર્ષોથી સ્નેહ, મમતા અને વિશ્વાસની ડોરમાં બાંધી રાખતું પર્વ એટલે રક્ષાબંધન.
રક્ષાનો અર્થ છે બચાવ કરવો. મધ્યકાલીન ભારતમાં જ્યારે કેટલાક સ્થળો પર મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત માનતી હતી ત્યારે તે પુરુષોને પોતાનો
ભાઈ માની તેમના કાંડા પર રાખડી બાંધતી હતી. આ પ્રકારે રાખડી ભાઈ અને બહેનના સંબધો અને તેમની વચ્ચેનું પ્રેમનું બંધન મજબૂત બનાવે છે.
શ્રાવણ માસની પુનમના દિવસે ઉજવવામાં આવતો આ તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના
મસ્તક પર તિલક કરી હંમેશા તે વિજયી બની તેવી કામના કરે છે. ભાઈ પણ પ્રતિજ્ઞા કરે છે કે યથાશક્તિ હું મારી બહેનનું રક્ષણ કરીશ .
મધ્યકાલીન ઇતિહાસમાં ચિત્તોડમાં આ પર્વને સંબધિત ઘટના ઘટી હોવાનું જાણવા મળે છે. ચિત્તોડની રાણી કર્મવતીએ દિલ્હીના મુગલ બાદશાહ હુમાયૂને રાખડી
મોકલી પોતાનો ભાઈ બનાવ્યો હતો. હુમાયૂએ બહેનની રાખડીનું ઇજ્જત કરી તેના સન્માનની રક્ષા માટે ગુજરાતના બાદશાહ સાથે યુદ્ધ કર્યુ. રક્ષાબંધનના
પવિત્ર પર્વને લગતા આવા વધુ કેટલાક ઉદાહરણો પણ જોવા મળે છે.
-મહાભારતમાં પણ માતા કુંતીએ અભિમન્યુને યુદ્ધમાં જતાં પહેલાં રક્ષા બાંધેલી.
-દેવરાજ ઇન્દ્ર જ્યારે રાક્ષસો સાથે યુધ્ધ કરવા નિકળ્યા ત્યારે તેમની પત્ની ઇંદ્રાણીએ ઇંદ્રના હાથે રાખડી બાંધી હતી. જેથી ઇંદ્ર યુધ્ધમાં વિજયી બન્યાં હતાં.
-રક્ષાબંધન પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા!
-મહાભારત માં શ્રી કૃષ્ણ ભગવાન ને હાથ માં વાગેલ ત્યારે દ્રોપતી એ હાથ માં પોતાની સાડી થી પોતો બાંધેલ જેનો બદલો શ્રી કૃષ્ણ ભગવાને ચીરહરણ વખતે
આપેલ.
પુરાણોમાં રક્ષાબંધનનું મહત્વ
ભાઇ બહેનની લાગણીના ઝરણાને વહેતો રાખનાર તહેવાર રક્ષાબંધન નિમિત્તે સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ બહેનો તેના ભાઇઓ માટે કરતી હોય છે.
શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના પવિત્ર ઉત્સવનું પર્વ. રક્ષાબંધનનો તહેવાર યુગોથી ભારતવાસીઓ શ્રદ્ધા અને ઉમંગથી ઊજવે છે. આ દિવસે બહેન
ભાઈને રાખડી બાંધે છે. આ સાથે પરમાત્માને ભાઈની રક્ષા કરવાની પ્રાર્થના કરે છે અને તેનાં વીરાનાં સમૃદ્ધ અને સુખમય જીવનની કામના કરે છે. ભાઈ પણ
આ રક્ષા બંધાવી તેની બહેનને હર સંકટમાં તેની સાથે રહી તેની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન એટલે પ્રેમ અને લાગણીનું બંધન. માનો તો સાદો
તાંતણો માત્ર અને અંતરચક્ષુથી જોશો તો તેના પ્રત્યેક તાંતણામાં બહેનની લાગણીનાં તાણાવાણા અનુભવી શકાય.
ભગવાનનું શરણ લઈને રક્ષા પ્રાપ્ત કરવાનો સંદેશ આપતો રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. આજે આપણે સૌ ભગવાનને રાખડી બાંધી આપણી રક્ષા માટે
પ્રાર્થના કરીએ છીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો