રવિવાર, 19 મે, 2013

મારે તો ઘણું જીવવું છે મમ્મી પપ્પા



આજકાલ દીકરાની લાલચ માં લોકો દીકરીને પૃથ્વી પર અવતરવા જ દેતા નથી. કાળજા કેરો કટકો ગર્ભમાં જ ખતમ થઇ જાય એની પુરેપુરી તકેદારી રાખે છે. એજ્યુકેશન ઘણુય વધ્યું પણ આ દુષણ હજી એવું ને એવું જ છે. દીકરીને ધરતી પર અવતારવા દેવા માટે જન જાગૃતિના પાઠ ભણાવવા પડે છે. ભણેલા ગણેલા લોકો દ્વારા પણ આ એબોર્શન નો ઉપયોગ થતો હોય છે. જે લોકો આ કૃત્ય કરે છે એ લોકો કાતિલ છે ખૂની છે. એક ગર્ભસ્થ બાળકને મારવાથી વધારે ખરાબ કૃત્ય બીજું કોઈ ના હોઈ શકે. આ કવિતા માં એવી જ એક દીકરી ની વાર્તા છે જે હજી તો આ પૃથ્વી પર આવી નથી ને એની ગર્ભ હત્યા કરવાની છે . ત્યારે એના શબ્દો કાંક આવા જ હોતા હશે મિત્રો. મારે તો ઘણું જીવવું છે મમ્મી પપ્પા પણ આયુષ્ય રેખા મારી તમે ટૂંકાવી હજી તો દીવો પ્રગટ જ થયો હતો જ્યાં ત્યાં તો જીવન જ્યોતિ મારી બુઝાવી પહેલી જ સફર છે હજી તો આ નાવની મોજા ને મળતા પહેલા જ તમે ડુબાવી ગર્ભમાં પાંગરતું હજુ તો બીજ છું હું પૃથ્વી જોતા પહેલા જ પૃથ્વી ભુલાવી મમ્મા મારા પપ્પાનું તો ઠીક તું પણ ? તે તો સ્ત્રી ની જાત આખી લજ્જાવી દીકરીને કોણ કહે છે કાળજા કેરો કટકો ? દીકરાની લાલચે દીકરીને છુરી હુલાવી આજકાલ દીકરાની લાલચ માં લોકો દીકરીને પૃથ્વી પર અવતરવા જ દેતા નથી. કાળજા કેરો કટકો ગર્ભમાં જ ખતમ થઇ જાય એની પુરેપુરી તકેદારી રાખે છે. એજ્યુકેશન ઘણુય વધ્યું પણ આ દુષણ હજી એવું ને એવું જ છે. દીકરીને ધરતી પર અવતારવા દેવા માટે જન જાગૃતિના પાઠ ભણાવવા પડે છે. ભણેલા ગણેલા લોકો દ્વારા પણ આ એબોર્શન નો ઉપયોગ થતો હોય છે. જે લોકો આ કૃત્ય કરે છે એ લોકો કાતિલ છે ખૂની છે. એક ગર્ભસ્થ બાળકને મારવાથી વધારે ખરાબ કૃત્ય બીજું કોઈ ના હોઈ શકે.
આ કવિતા માં એવી જ એક દીકરી ની વાર્તા છે જે હજી તો આ પૃથ્વી પર આવી નથી ને એની ગર્ભ હત્યા કરવાની છે . ત્યારે એના શબ્દો કાંક આવા જ હોતા હશે મિત્રો.
મારે તો ઘણું જીવવું છે મમ્મી પપ્પા
પણ આયુષ્ય રેખા મારી તમે ટૂંકાવી
હજી તો દીવો પ્રગટ જ થયો હતો
જ્યાં ત્યાં તો જીવન જ્યોતિ
મારી બુઝાવી પહેલી જ સફર છે
 હજી તો આ નાવની મોજા ને
મળતા પહેલા જ તમે ડુબાવી
ગર્ભમાં પાંગરતું હજુ તો બીજ છું હું
 પૃથ્વી જોતા પહેલા જ પૃથ્વી ભુલાવી
મમ્મા મારા પપ્પાનું તો ઠીક તું પણ ?
તે તો સ્ત્રી ની જાત આખી લજ્જાવી
દીકરીને કોણ કહે છે કાળજા કેરો કટકો ?
 દીકરાની લાલચે દીકરીને છુરી હુલાવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો