રવિવાર, 19 મે, 2013

ઉત્તરાયણ

. જો કે વસંતઋતુમાં આવતા આ પર્વને એશિયામાં અનોખી રીતે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ પર દાન પુણ્ય અને સ્નાનનું અનોખું મહત્વ છે.ખાસ કરીને હિંદુઓ આ પર્વ સૂર્યનો આભાર માનવા મનાવતા હોવાનું ઇતિહાસમાં ટાંકવામાં આવ્યું છે.આ દિવસે લોકો આભાર પત્ર રૂપી પતંગોને  સૂર્ય તરફ મોકલી સૂર્ય જે પૃથ્વી માટે નિશ્વાર્થ પણે પોતાની ફરજ અદા કરે છે તેનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરે છે. પતંગ ઉડાવવાની પ્રથા માત્ર ભારતમાં જ નહિ પરંતુ અનેક દેશોમાં જોવા મળે છે.
               ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ત્યાં લોકો પોતાનો  સંદેશ ઈશ્વર સુધી પહોચાડવા માટે પતંગ ઉડાવે છે. તો થાઇલેન્ડમાં પણ લોકો પોતાની પ્રાર્થના ભગવાન સુધી પહોચાડવા પતંગ ઉડાવે છે. વળી કોરિયામાં લોકો પોતાની સમૃદ્ધિ વધારવા માટે પતંગ ઉડાવે છે. એટલું નહિ કોરિયામાં તો કોઈ બાળક જન્મે એટલે તેની જન્મ તારીખ અને તેનું નામ પતંગ પર લખી આ બાળકના વિકાસ માટે પતંગને આકાશમાં મુકવામાં આવે છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો