રવિવાર, 19 મે, 2013

ઉત્તરાયણ વિષે અવનવું


ઉત્તરાયણ પછીનું મૃત્યુ મંગલમય ગણાય છે. કહેવાય છે કે ઈચ્છામૃત્યુને વરેલા ભીષ્મપિતામહે બાણશૈયા પર પોતાનું મૃત્યુ ઉત્તરાયણના આગમનની રાહ જોવા ચોપ્પન દિવસ સુધી અટકાવી રાખ્યું હતું.
મકર સંક્રાંતિ પહેલાનો એક મહિનો ધનુરમાસ તરીકે ઓળખાય છે. આજે પ્રભુને ‘ખીચડો’ ધરાવવામાં આવે છે.
લોકો ધાબા પર સવારથી ધાબે ચઢીને પતંગ ચગાવે છે. આમ ઠંડીમાં ઘરમાં ઠંઠવાઈને બેસેલા બધા બહાર આવીને ગરમીના આગમનને વધાવવા ધાબે પતંગ ચગાવે છે અને વિટામિન ‘ડી’ મેળવે છે. આજે ઉંધિયુ અને જલેબી કેમ વિસરાય? એની મહેફિલ તો ધાબે જ થાય ને!
ઉત્તરાયણમાં ‘કુંભદાન’ કરવામાં આવે છે. તેમાં તલસાંકળી[તલની ચીકી], બોર, સોપારી, મગ, ચોખા મુકવામાં આવે છે.
આ દિવસે ‘પુષ્કર’માં સ્નાનનો મોટો મહિમા છે.
‘પતંગ’ એ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ ‘ઉડનારો’ થાય છે. હિન્દી સમાનાર્થી શબ્દ’ચીલ’ તેલુગુમાં ‘ગાલીયટમ’ નામે ઓળખાય છે. ‘કાઈટ’ શબ્દ કાઈટ નામના પક્ષી પરથી આવ્યો છે.
પતંગ ઉડાડવાની દોરી[માંજો] સુરતનો વખણાય છે.
ચીનમાં પતંગની શોધ પવનની દિશા જાણવા સૌ પ્રથમ થઈ હતી.
કોરિયામાં લોકો ચંદ્ર કેલેન્ડર અનુસાર નવા વરસની પ્રથમ પૂર્ણિમાએ પતંગ ચઢાવે છે.
પંજાબ અને કાશ્મીરમાં આ પર્વ લોહરી તરીકે ઓળખાય છે.
તુલસીદાસે પોતાની ચોપાઈમાં પતંગનો ઉલ્લેખ કર્યો છે.
‘કટ્ટ તિલંગી, નક્ષત્ર નાભા, સાહિલ નાવ તુફાન,
ડોલત શરાબી કહાં ગીરત, વો જાનત ભગવાન’
અર્થાત કપાયેલી પતંગ નક્ષત્ર, નાભા નાવ તુફાનમાં ડોલતો શરાબી ક્યાં જઈને પડશે તે ભગવાન જાણે.
ગુજરાતના અમદાવાદમાં હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા તરીકે ઉજવાય છે.
બધા પર્વની તારીખો બદલાય છે પણ ઉત્તરાયણની તારીખ એક જ રહે છે તે 14મી જાન્યુઆરી છે.
ભગવાન શ્રી કૃષ્ણે પણ પતંગ ચઢાવ્યો હતો તેવા દાખલા મળી આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો