રવિવાર, 19 મે, 2013

પતંગ વિશે


સૌથી પહેલો પતંગ ત્રણ હજાર વર્ષ પૂર્વે પાંદડાંમાંથી બનાવવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે.
વિશ્વનો સૌથી નાનો પતંગ પાંચ મિલીમીટર જેટલું ઊંચો ઊડયો હતો.
વિશ્વના સૌથી વિશાળ પતંગને મેગા ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. તે ૬૩૦ ચોરસ મીટરનું કદ ધરાવે છે. પીટર લીન નામની વ્યક્તિએ આ પતંગ બનાવ્યો હતો.
વિશ્વનો સૌથી લાંબો પતંગ ૧૦૩૪ મીટર લંબાઈ ધરાવે છે.
જાપાનના પતંગબાજ દ્વારા એક જ દોરી પર ૧૧,૨૮૪ પતંગ ઉડાડવાનો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
એકદમ દૂર પતંગ ઉડાડવાની હરીફાઈ જમાવતા હો છો ને! અત્યાર સુધીમાં સૌથી દૂર એટલે કે સૌથી વધુ ઊંચાઈ પર પતંગ ઉડાડવાનો વિક્રમ ૩૮૦૧ મીટરનો છે.
અત્યાર સુધીમાં સૌથી ઝડપી ઉડાડવામાં આવેલો પતંગ ૧૯૩ કિમી પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઉડાડવામાં આવ્યો હતો.
ન્યૂઝીલેન્ડના માઓરી જાતિના લોકો વૃક્ષની છાલ અને પાંદડાંમાંથી અદ્ભુત પક્ષીઓના આકારના પતંગ બનાવવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે.
કોડી મેનલિફ્ટિંગ કાઇટ સિસ્ટમ શોધનારા સેમ્યુઅલ ફ્રેન્કલિન કોડી ૧૯૦૩માં પતંગની મદદથી ઇંગ્લિશ ચેનલ પાર કરનારી પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
થાઇલેન્ડમાં પતંગ ઉડાડવા માટે ૭૮ જેટલા નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
૧૭૬૦માં જાપાનમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો, કારણ કે લોકો કામ કરવાનું છોડીને આખો દિવસ પતંગ ઉડાડતા હતા.
અમેરિકામાં જ્યારે આંતરવિગ્રહ થયો ત્યારે અમેરિકન સૈન્ય અધિકારીઓ પતંગનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે કરતા હતા.
૧૯૦૧માં માર્કોનીએ પતંગની મદદથી પહેલી વાર રેડિયો તરંગોના માધ્યમથી સંદેશાને એટલાન્ટિક સમુદ્રની પાર મોકલવામાં સફળતા મેળવી હતી.ચીનના ડ્રેગન આકારના પતંગ ખૂબ જાણીતા છે.
પૂર્વ જર્મનીમાં પણ એક જમાનામાં મોટાં મોટાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ હતો, કારણ કે જર્મન શાસકોનું માનવું હતું કે આવા વિશાળ પતંગોના સહારે લોકો ર્બિલનની દીવાલ પાર કરીને પશ્ચિમ જર્મનીમાં પહોંચી શકે છે.
ચીનમાં પણ એક સમયે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ પતંગ ઉડાડતી નજરે ચડે તો તેને ત્રણ વર્ષ સુધી કારાવાસની સજા ફરમાવવામાં આવતી. પતંગનું ચીની નામ ફેન ઝેંગ છે.
સૌથી લાંબો સમય પતંગ ઉડાડવાનો વિક્રમ ૧૮૦ કલાકનો છે.
પેરાગ્લાઇડિંગ એટલે પેરાશૂટની મદદથી હવામાં ઉડાડવાની જે રમત છે તે રોગાલો નામના પતંગની પ્રેરણાથી અસ્તિત્વમાં આવી છે. ૧૯૪૮માં ફ્રાન્સિસ રોગાલોએ આ પતંગની ડિઝાઇન તૈયાર કરી હતી.
વિશ્વના જુદા જુદા દેશોમાં ઓક્ટોબર મહિનાના બીજા રવિવારે, ‘વન સ્કાય વન વર્લ્ડ’ સૂત્રને સાર્થક સાબિત કરવા અને વિશ્વમાં શાંતિ, ભાઈચારા અને એકતાનો સંદેશો પ્રસરાવવા પતંગ ઉડાડવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો