રવિવાર, 19 મે, 2013

saty ghatna

મારા ગામ મગરોડામા એક કરિયાણાની દુકાને ઊભો છુ અને ત્યા એક આઠ - નવ વર્ષનુ બાળક હાથમા થેલી લઇને આવે છે...દુકાનદારને કહે છે કે, ''ગોવિદભા, મારી પાસે બે કિલો જેટલા એરંડા (દિવેલા) છે , શુ ભાવે લેશો?" ''80 રુપિયે કિલો" દુકાનદારનો જવાબ. તરત જ એરંડાનુ વજન થાય છે... 1 કિલો અને 800 ગ્રામ... મને નવાઇ લાગે છે કે હાથમાના વજનનો આ અન્દાજ આ બાળક ક્યાથી શીખ્યુ હશે? તમારી સૌની જાણ માટે કે આ બાળક ખેડૂતનુ નહોતુ. પછાત લોકો પણ જેને પછાત ગણે છે એવી સ્થિતિમાથી આ બાળક આવ્તુ હતુ. એટલે મે વિચાર્યુ કે ગરીબીએ આપેલા અનુભવોમાથી એ વજનનો અન્દાજ શીખ્યુ હશે. પણ વાત આટલે અટકતી નથી.. ખરી નવાઇ હવે આવે છે. એરંડાનુ વજન થયુ ત્યા એ બાળક બોલ્યુ, ''ભા, ગોળમોળ (Round figure) દોઢસો રુપિયા આપી દોને ? છ રુપિયામા શુ બાકી રાખશો???" My.. God....!, આ બાળકે થોડીક સેકંડોમા મૌખિક રીતે ગણતરી કરી લીધી કે મારા 1 કિલો 800 ગ્રામ એરંડાની કુલ કિમ્મત 144 રુપિયા થાય !! બસ, ગબ્બર ખુશ હો ગયા.. પૂછ્યુ, ''બેટા, કયા ધોરણમા ભણે છે? (શાળા તો ગામમા એક જ હોય, એટલે એ પૂછવાનુ ન હોય)'' ''ત્રીજા ધોરણમા" ટૂંકો જવાબ... એની સાથેનુ બાળક બોલ્યુ, ''કાકા, આ તો કો'ક કો'ક દહાડો (ક્યારેક )જ નિશાળે જાય છે.'' બીજુ આશ્ચર્ય મારા માટે...! ખેર, મનમા વિચારુ છુ કે આ સ્કીલ કેવી રીતે આવી હશે? .... પરત મહોલ્લામા આવુ છુ... ફળિયામા રમતા ચાર બાળકોને ઉપરવાળી ઘટનાની રકમ બનાવી દાખલો લખાવુ છુ... આ ચાર બાળકો પૈકી બે એવા હતા જે ચોથા ધોરણની પરીક્ષા પાસ કરી ચૂક્યા હતા, એમાનુ એક ગામની શાળામા જ (પેલા બાળક્ની શાળામા જ ) ભણે છે અને બીજુ ગાન્ધીનગરની એક સેલ્ફ ફાઇનાંસ શાળામા વર્ષે 12-13 હજાર રુપિયા ફી ભરીને ભણે છે... બીજા બે બાલકો પૈકી એક ત્રીજુ પાસ છે (મારા ગામની નજીક આવેલા શહેરની ખાનગી શાળામા) અને બીજુ તો પાંચમુ પાસ છે (એ જ ગામની શાળામા).. Any way, આ બાળકો પૈકી પાંચમુ પાસ બાળક સૌ પહેલા આ દાખલો ગણી શક્યુ- લગભગ 10 મિનિટમા... બાકીના પૈકી એક પણ બાળક 15 મિનિટ સુધી આ દાખલો ગણી શકતુ નથી.. હુ શીખવુ છુ, બીજા બે ત્રણ સહેલા ઉદાહરણ આપુ છુ પછી અડધા કલાકે ઠેકાણુ પડે છે એ દાખલાનુ.... પેલા ગરીબ-મજૂર બાળકે આપેલો આનન્દ ઓસરી જાય છે... વિચારુ છુ, 'શુ થઇ રહ્યુ છે આપણી સરકારી અને ખાનગી શાળાઓમા...??' અને હા, વારે વારે સરકરી શાળાની ટીકા કરતા વાલીઓ અને સરકારી શાળાના નબળા પરિણામો માટે શાળામા ભણતા બાળકોના સામાજિક આર્થિક પાસાનુ બહાનુ આગળ ધરતા શિક્ષકો અને અધિકરીઓના અસંખ્ય ચહેરાઓ મારી નજર સામે આવે છે...એમા એક ચહેરો તો મારો પણ છે...!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો